હેમચંદ્રાચાર્યના શબ્દાનુશાનમાં સમાજદર્શન

Authors

  • Dr. Madhubhai Hirpara

Abstract

મહાન વ્યક્તિત્વના સ્વામી આચાર્ય હેમચન્દ્રએ એક જૈન કવિ રૂપે સિદ્ધરાજ જયસિંહના વિપુલ યશ ની સાથે એક પ્રાણ બનીને ભારતીય સંસ્કૃત સાહિત્ય ના ઈતિહાસમાં પોતાની કીર્તિ ગાથા અમર કરી છે તો બીજી બાજુ પોતાની અતુલનીય ને અદ્ભુત કૃતિઓના સહારે સમગ્ર સંસ્કૃત સાહિત્યના ઈતિહાસમાં એક માત્ર કલિકાલસર્વજ્ઞનું બિરૂદ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત કરે છે. સાથે સાથે ભારત વર્ષના સમાજશાસ્ત્રી તરીકેની ખ્યાતી પ્રાપ્ત કરી છે. શબ્દાનુશાસનમ્ નામના અતુલનીય ગ્રંથમાં વ્યાકરણની સાથે સાથે તેમનો સમાજશાસ્ત્રીય અભિગમ જોવા મળે છે.

હેમચન્દ્રાચાર્યએ પોતાના શબ્દાનુશાસનમ્માં જે સમાજનું નિરૂપણ કર્યુ છે તે સમાજ પાણિનિ અને અન્ય વૈયાકરણકારોના સમાજની અપેક્ષાએ વિકસિત છે. હેમચન્દ્રાચાર્ય દ્વારા શબ્દાનુશાસનમાં અપાયેલ ઉદાહરણોમાં વર્ણ અને જાતિ વ્યવસ્થાનો પ્રકાશ પડે છે. પરંતુ હેમચન્દ્રાચાર્યએ જાતિવાદની કટ્ટરતાનો સ્વીકાર કરેલો ક્યાંય જોવા મળતો નથી. તેમની જાતિ વ્યવસ્થા શ્રમવિભાજન પર આધારિત હોય તેમ જણાય છે. તેઓ સામાજની ઉન્નતી અને અવનતીનાં મૂળ કારણ તરીકે વૈક્તિક વિકાસને માને છે.

હેમચન્દ્રાચાર્યએ શબ્દાનુશાસનમાં જાતિ વ્યવસ્થાની બાબતમાં પોતાનો અભિપ્રાય આપતાં લખે છે કે ‘जातेरयान्तनित्यस्त्री शूद्रात' જાતિમાં ગોત્ર, પિતૃવંશ પરંપરા અને ગુરુવંશ પરંપરાને જોડી દેવામાં આવ્યું છે. ગોત્રના જુદાજુદા પ્રકારોને આધારે અનેક પ્રકાર ની જાતિ– ઉપજાતિઓ સંગઠીત થઈ છે. આ ઉપજાતિઓનો આધાર માત્ર શ્રમવિભાજન છે. यथाकपोतपाकः व्रैहिमत्यયથાપોતપા:àહિમત્વ આ સૂત્રના બન્ને ઉદાહરણોના વિશ્લેશણથી જાણવા મળે છે કે કપોતપાક જાતિ અને વ્રીહિમત જાતિ આજીવિકા મેળવવાના વિશિષ્ઠ પ્રયત્ન પર આધારિત છે. કપોતપાક એ જાતિ છે કે જે કબુતર પકડવાનું કામ કરે છે. અથવા ખોરાક તરીકે કબુતર નાં માંસનો ઉપયોગકરે છે. આવીજ રીતે વ્રીહિમત જાતિ ધાન (અનાજ) ભેગ કરીને આજીવિકા ચલાવે છે.

સૂત્ર ૭/૨/૬૨૩માં શસ્ત્રથી આજીવિકા ચલાવનારને શસ્ત્રજીવિ સંઘ કહ્યો છે. આ સંઘ શબર, પુલિન્દ, કૌન્તેય, માણવકા વગેરે જાતિઓમાં પ્રસ્તુત ગ્રંથમાં જોવા મળે છે. ‘વાહીòલ્વ બ્રાહ્મણરાનન્ચેચ:1' * સૂત્રમાં વાહિકદેશની બ્રાહ્મણ અને ક્ષત્રીય જાતિની સાથે સાથે અન્ય જાતિઓ કુંડવિશ, ક્ષુદ્રવ, શમંડ અને વાગુર વગેરે જાતિઓ શસ્ત્રજીવિ હતી.

હેમચન્દ્રાચાર્યના સમયમાં વર્ણવ્યવસ્થા વૈદિકકાળની અપેક્ષાએ શિથિલ હતી પરંતુ પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખ્યું હતુ. પ્રાચીન પરંપરાની પુષ્ટિ માટે આચાર્યશ્રીએ चत्वारएवव- र्णाश्र्वश्र्वातुवनण्यम् ૭/૨/૧૪ સૂત્રમાં ચાર વર્ણોના લોકો પોતાનો મુખ્યવ્યવસાય ત્યજી અન્ય કર્મને સ્વીકારે તો તે નિંદાને પાત્ર ગણાતો હતો.

Downloads

Download data is not yet available.

References

(१) शब्दानुशासनम् - २/४/५८

(२) शब्दानुशासनम् - ७ / ८ /६१

(3) शास्त्रजीविनां यः संघस्तदाचिनः स्वार्थेञ्चद प्रत्ययो वा भवति । पुलिन्दा, कुन्तेरपतयं बहवो माणवकः कुन्तयः ते शास्त्रजीविसंघः कौन्चः । शब्दानुशासनम् - २/४/५८

(४) शब्दानुशासनम् - २ / ४/५८

(५) वह्नादिभ्योगोत्रे । - ६/१/३२

(५) वंश्यज्यायोभ्रात्रोर्जीवति प्रपौत्राधस्त्री युवा ।

(७) शब्दानुशासनम् - ७ / २ / ६९

(८) सपिण्डे वयः स्थानाधिके जीवद्धा । ६/१/४

(८) सपिण्डता तु पुरुषे सप्तमे विनिवर्तते । समानोदकभावस्तु जन्मनाम्नोरवेदने || मनुस्मृति - ५ / ६०

(१०) शमहाकुलाद्वाऽञौ । शब्दानुशासनम् - ६ /१/९९

(११) दुष्कुलादेयण्वा । शब्दानुशासनम् - ६/१ / ९८

(१२) विधायोनिसम्बन्धादकञ् । शब्दानुशासनम् - ६ / ३ / १५०

Additional Files

Published

10-08-2018

How to Cite

Dr. Madhubhai Hirpara. (2018). હેમચંદ્રાચાર્યના શબ્દાનુશાનમાં સમાજદર્શન. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 4(1). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/574

Most read articles by the same author(s)

1 2 > >>