ભાણસાહેબ ના સંવાદાત્મક ભજનનો મર્મ

Authors

  • Dr. Madhubhai Hirpara

Abstract

अनुद्वेग करं वाक्यं सत्यं प्रियं हितं च यत् ।

स्वाध्यायांभ्यसनं चैव वाड्गमय तपः उच्यते ॥ ગીતા અ-१७/१५

વાકય વાણીનું અંગ છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, પ્રાચીન ગુજરાતી વગેરે ક્રમશઃ સ્વરુપ ભજનવાણીમાં વૈખરી સ્વરુપે પ્રચલિત થયું છે. બધામાં ‘ગીતા’માં વાદ્ગમય તપ કોને કહે છે તે ર્શાવ્યું છે. ભજનો સામાન્ય રીતે લોકોની બોલચાલની ભાષામાં વિકસ્યા છે. તેનું સ્વરુપ થોડું માર્મિક, હાર્દિક અને બોધાત્મક પણ છે. શાસ્ત્રની મધ્યમા ભાષાને સરળ ચિંતનાત્મક રીતે રજૂ કરવામાં ભાણ સાહેબનું ઘણું પ્રદાન છે. તેમના બે શિષ્યોમાં બુંદ શિષ્ય ખીમસાહેબ અને નાદ શિષ્ય રવિ સાહેબ આ ભાષા-ભજન સંપ્રદાયને આગળ ધપાવવા ઘણા ભજનો નિર્માણ કર્યા છે. પ્રસ્તુત શોધપત્રમાં અગનના ભેદનું રહસ્ય જણાવવાની વિનંતી કરતુ સંવાદાત્મક ભજન તથા અધ્યાત્મના જામની અસર દર્શાવતા ભજનના રસપાનની અલ્પ ઝલક દર્શાવવાનો નમ્ર પ્રયાસ છે.

શાસ્ત્રની ગુઢ અને રહસ્યયુકત ભાષાને લોકભાગ્ય હતૃભાષામાં રજૂઆત કરનાર ભજનોમાં ભાણ સંપ્રદાયની પરંપરા અગ્રેસર રહી છે. આ ભજનો આજે પણ રાત્રિના સમયમાં બહુધા તૈય સ્વરુપે તાલબધ્ધ રીતે દેશી વાદ્યો સાથે ગવાય છે અને તેનું પાન સંસ્કાર સિંચનનું અને સંસ્કૃતિ જાગૃતિનું કાર્ય કરે છે. એક-બે ઉદાહરણો દ્વારા એ વ્યકત થાય છે. પ્રથમ સંવાદાત્મક રજૂઆત છે; જોઈએ.

Downloads

Download data is not yet available.

References

૧. શ્રીમદ્ ભગવદ્ગીતા – અધ્યાય-૧૭ શ્લોક... ૧૫

ર. સંત સમાજ ભજનાવલી – પ્રકાશક – મહાદેવ રામચંદ્ર જુગટે

૩. ‘ફુલછાબ’ પૂર્તિ...ધર્મભૂમિ...પૃષ્ઠ-૭ ભજનભેદ હૈ ન્યારા –૩૬ ડો. નિરંજન રાજયગુરુ

૪. દાસીજીવણના ભજનો – મહાદેવ રામચંદ્ર જુગટે પ્રકાશન- જૂનાગઢ

૫. એજન-૨

૬. એજન-૩, પૃષ્ઠ-૭ તા. ૧૦-૩-૨૦૧૬, ગુરુવાર

૭. ‘પ્રાર્થના પ્રીતિ’ પ્રકાશક: વલ્લભદાસ ઝવેરી-સદ્વિચારદર્શન, નિર્મલ નિકેતન-૨, ડો.ભાટેકર લેન – મુંબઇ-૪

Additional Files

Published

10-02-2017

How to Cite

Dr. Madhubhai Hirpara. (2017). ભાણસાહેબ ના સંવાદાત્મક ભજનનો મર્મ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 2(4). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/571

Most read articles by the same author(s)

1 2 > >>