UGC આયોજિત ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ્સ નું MMTTC – રાજકોટના સંદર્ભમાં વિશ્લેષણ
DOI:
https://doi.org/10.58213/vidhyayana.v10isi3.2227Keywords:
UGC, MMTTC, HRDC, ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, વિશ્લેષણ (Analysis)Abstract
ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા વધારવા માટે તેમજ ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલી યુનિવર્સિટીઓ અને તેને સંલગ્ન કોલેજોના અધ્યાપકોની વ્યાવસાયિક સજ્જતા વધારવાના ઉદ્દેશ્ય થી યુજીસી એ 1987 માં એકેડમિક સ્ટાફ કોલેજની સ્થાપના કરી હતી. જેને આજે આપણે UGC: MMTTC (HRDC) તરીકે ઓળખીએ છીએ. પ્રસ્તુત સંશોધન UGC: MMTTC રાજકોટ દ્વારા આયોજિત વિવિધ ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને અન્ય પ્રવૃતિઓનું વિશ્લેષણ કરવાના હેતુથી કરવામાં આવ્યું હતું. આ એક વર્ણનાત્મક સર્વેક્ષણ હતું. જે ગુણાત્મક અભિગમ થી હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વ્યાપવિશ્વ તરીકે UGC: MMTTC – રાજકોટ દ્વારા 1987-2024 ના સમયગાળા દરમ્યાન આયોજિત ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને અન્ય પ્રવૃતિઓની પસંદગી કરવામાં આવી હતી. વ્યાપવિશ્વ એ જ નમૂનો હતો. પ્રસ્તુત સંશોધન માં ઉપલબ્ધ દસ્તાવેજીય માહિતીને માહિતી પત્રકની મદદથી વર્ગીકૃત કરવામાં આવી હતી. ત્યારબાદ તેનું MS- EXCEL ની મદદથી પૃથક્કરણ કરવામાં આવ્યું હતું. જેના તારણો મુજબ UGC: MMTTC – રાજકોટ દ્વારા વર્ષ 1987-2024 ના સમયગાળા દરમ્યાન કુલ 436 ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને અન્ય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 128 ઓરીએન્ટેશન પ્રોગ્રામ્સ, 247 રિફ્રેશર્સ કોર્ષ, 35- શોર્ટ ટર્મ કોર્ષ અને 26- અન્ય પ્રવૃતિઓ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 16106 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 2012-2024 માં સમયગાળામાં 3429 પુરુષ અધ્યાપકો અને 1762 સ્ત્રી અધ્યાપકોએ તેનો લાભ લીધો હતો.
Downloads
References
NATIONAL POLICY ON EDUCATION (1986). New Delhi: MHRD
ઉચાટ, ડી.એ. અને અન્યો. (સં) (૨૦૦૬). શૈક્ષણિક સંશોધનોના સારાંશ (૧૯૭૮-૨૦૦૬). રાજકોટ: શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
પટેલ, આર.એસ. (૨૦૧૭). સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર. (ચોથી પ્રવૃતિ). અમદાવાદ: જય પબ્લિકેશન.
ઉચાટ, ડી.એ. (૨૦૨૧). શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર (તૃતિય આવૃતિ). રાજકોટ: ‘શાંત’ , ૩-ટાગોર નગર, અમીન માર્ગ.
કેળવણી અંગેનો દ્રષ્ટિકોણ (૨૦૨૩). (પ્રથમ આવૃતિ). અમદાવાદ: નીરવ પ્રકાશન.
Tiwari, M.R. (2022). Roll of NAAC for Enhancement of Higher Education: A Critical Analysis. Unpublished Doctoral Dissertation, Rabindranath Tagore University – M.P., Department of Education.
Manimozhi, G. (2023). Content Analysis of Research Articles Related to Concepts on Teaching. Unpublished Doctoral Dissertation, Central University of Tamil Nadu. Department of Education.
વેબસાઇટ