Students Opinion about Reservation Policy

Authors

  • Kiran Shambhulal Acharya

Abstract

પ્રસ્તુત અભ્યાસ માં રાજકોટ શહેરના સ્નાતક કક્ષાના વિવિધ વિદ્યાશાખાના ૪૮૦ વિદ્યાર્થીઓના અનામતનીતિ પ્રત્યેના અભિપ્રાયો જાણવા માટે અભિપ્રાયાવલિની રચના કરવામાં આવી હતી. જેના માટે સર્વેક્ષણ સંશોધન યોજના અંતર્ગત જનમત સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. કાઇવર્ગ દ્વારા માહિતીનું પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું. જેના પરિણામો આ પ્રમાણે હતા :
(૧) અનામતના અમલથી વિવિધક્ષેત્રે પછાતવર્ગોનો દરજ્જો ઊંચો આવ્યો છે. વિવિધ પ્રોત્સાહનો દ્વારા તેમને પોતાનો વિકાસ સાધવાની પ્રેરણા મળી છે. પરંતુ પછાતવર્ગો તેનો પૂરતો લાભ લઈ શક્યા નથી. (૨) અનામતથી જ્ઞાતિભેદ જેવા દૂષણોમાં વધારો થતો હોવાથી તે દેશની પ્રગતિમાં અવરોધક છે. (૩) દેશના તમામ લોકો માટે સમાનનીતિ હોવી જોઇએ. જેમાં VIDHYAYANA લોકોની ગુણવત્તાને મહત્વ આપવામાં આવતું હોય. (૪) અનામતનીતિની સમીક્ષા કરવી જોઇએ. જેમાં શિક્ષિત અને સમૃદ્ધ પછાતવર્ગોને અપાતા અનામતના લાભ નાબૂદ કરવા જોઇએ. (૫) જાહેરક્ષેત્રની નોકરીઓ માં પ્રમોશન માટેની રોસ્ટર પદ્ધતિ માં રખાતા ભેદભાવો નાબૂદ કરવા જોઇએ. (૬) વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અને નોકરીઓમાં અનામત આપવાને બદલે વ્યકિતના કૌશલ્યો, ક્ષમતા અને ગુણવત્તાને આધારે તેને તક આપવી જોઈએ .

Downloads

Download data is not yet available.

References

S. Yesu Suresh Raj & P. Gokulraja (2015). An Analysis of Reservation System in India. (Research Article) International Journal of Research, e – ISSN: 2348-6848, P- 2348-795X Vohume-2, Issue -10, pp. 1038-1045

D Mellow Celine E. (1982) A Study of the perceptions of students, about The Reservation Policy in Education. Unpublished M.Ed. Dissertation Veer Narmad South Gujarat University, Surat.

ઉચાટ,ડી.એ .(૨૦૧૨).શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર (સંવર્ધિત દ્વિતિય આવૃતિ), રાજકોટ : પારસ પ્રકાશન

પારેખ,બી,યુ. અને ત્રિવેદી એમ ડી.(૨૦૧૦). શિક્ષણમાં આંકડાશાસ્ત્ર (પાંચમી આવૃતિ), અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ .

ઉચાટ,ડી,એ. અને અન્યો (સં) (૨૦૦૬). શૈક્ષણિક સંશોધનોનો સારાંશ, રાજકોટ : સૌરાષ્ટ્ર : યુનિવર્સિટી

Additional Files

Published

10-05-2020

How to Cite

Kiran Shambhulal Acharya. (2020). Students Opinion about Reservation Policy. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 5(5). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1362