વૈદિક સાહિત્યમાં બ્રાહ્મણોના સોળ સંસ્કારો
Abstract
ભારતમાં હિંદુ સમાજ વ્યવસ્થાનો પાયો વર્ણવ્યવસ્થા પર આધારિત છે. જે પ્રાચીનકાળથી સમાજના વર્ગોમાં કાર્યો વિભાજીત કરતી એક સુવ્યવસ્થા છે. જેનાથી માનવ સમાજ એકબીજાની જરૂરીયાતોની પૂરક પૂર્તિ કરે છે. જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વેશ્ય અને શુદ્ર - એમ ચાર વર્ણો અસ્તિત્વમાં હતા. ઋગવેદમાં 'બ્રહ્મ' શબ્દ અનેકવાર પ્રયોજાયેલ છે, જે 'બ્રાહ્મણ' માટે પ્રયોજાયેલ હોવાનું મનાય છે.
પૃથ્વી પરના દેવતા બ્રાહ્મણની ઉત્પતિ પરમ પુરુષના મુખમાંથી થયાનું ઋગવેદનું પુરુષસૂક્ત દર્શાવે છે. ब्राह्मणोडस्य मुखमासित् આનો ભાવાર્થ લઈએ તો પરમપુરુષની વાણી - કે જે બ્રહ્મવાણી છે - ના વાહક બ્રાહ્મણો છે. બ્રાહ્મણોના જીવનનું મુખ્ય અંગ સંસ્કારો છે. વૈદિક સાહિત્યમાં પ્રારંભથી સંસ્કારો ધાર્મિક તથા સામાજિક એકતાનું પ્રભાવક માધ્યમ રહ્યા છે. સંસ્કાર જીવનના વિભિન્ન પ્રસંગોને મહત્વ અને પવિત્રતાનું પ્રદાન કરે છે. સંસ્કારોનો સંબંધ સંપૂર્ણ જીવન સાથે હોવાથી કોઈપણ સંસ્કૃતિને પૂર્ણ રૂપથી સમજવા માટે સંસ્કારોનું અધ્યયન મહત્વનું છે.
Downloads
References
૧) 'संस्कार प्रकाश', गीताप्रेस, गोरखपुर, २०१९, पृ. १६
૨) डो.(श्रीमती)भगवती सुदेश 'संस्कार विमर्श', राष्ट्रीय संस्कृत साहित्य केन्द्र,जयपुर,प्रथम आवृत्ति,२००८, पृ. १५
૩) डो. त्रीवेदी कपीलदेव, ' वेदोमे समाजशास्त्र, अर्थशास्त्र और शिक्षाशास्त्र', विश्वभारती अनुसंधान परिषद, ज्ञानपुर, उ.प्र., द्वितीय संस्करण, २०१०, पृ. ५०
૪) स्वामी श्री दयानंद सरस्वती संस्कार विधि दिल्ली १७वा संस्करण २०१० पृ.०४
૫) ડો. વ્યાસ હસમુખ 'ઔદીચ્ય બ્રાહ્મણ ગૌત્ર પરિચય' વિરલ પ્રકાશન, રાજકોટ પ્રથમ આવૃત્તિ ૨૦૦૪ પૃ. ૦૮
૬) પંડિત શર્મા શ્રીરામ આચાર્ય, 'કર્મકાંડ ભાસ્કર' યુગ નિર્માણ યોજના, મથુરા આવૃત્તિ ૧૯૯૭, પૃ. ૧૩૬
૭) પાઠક ગોરાભાઇ રામજીભાઈ, બ્રાહ્મણોના સોળ સંસ્કાર, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, ૧૮૯૬, પૃ. ૦૫
૮) ડો. રાજગોર શિવપ્રસાદ, 'ગુજરાતના બ્રાહ્મણોનો ઈતિહાસ', અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૭, પૃ. ૫૮૭
૯) શુક્લ નટવરલાલ જગન્નાથ, 'શ્રી ગૌડ માર્તંડ', અમદાવાદ, ઈ.સ.૨૦૧૨ પૃ. ૪૩
૧૦) ભોજક રસિકલાલ બી., 'ઇચ્છાનુસાર સંતાન પ્રાપ્તિ', વૈદિક સાહિત્ય પ્રકાશન અમદાવાદ, વર્ષ;૨૦૧૭ પૃ. ૧૧૯
૧૧) શાસ્ત્રી જાની લલિતચંદ્ર ગિરીજાશંકર, 'દક્ષિણા' પૂજા એન્ટરપ્રાઈઝ, રાજકોટ, આવૃત્તિ - ૨૦૦૧, પૃ. ૨૯