બ્રાહ્મણો: ગોત્ર અને પ્રવર
Abstract
પ્રાચીન ભારતમાં હિંદુ ધર્મની વર્ણ વ્યવસ્થા મુજબ સમાજને તેના કર્મો અનુસાર ચાર વર્ણોમાં વિભાજીત કરવામાં આવ્યો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વેશ્ય અને શુદ્ર. મનુસ્મૃતિમાં પ્રથમ અધ્યાયમાં પણ કહ્યું છે કે..
लोकानां तुं विवृध्ध्यर्थ मुखबाहुरूपादत: I
ब्राह्मणं क्षत्रियं वैश्यं शुद्रं च निरवर्तयत् II
૧,૩૦ II
તે પછી પ્રજાપતિએ પ્રજાની વૃધ્ધિ કરવા માટે મુખ, બહુ, સાથળ અને ચરણમાંથી અનુક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણોને ઉત્પન્ન કર્યા.
આમ, પૃથ્વી પરના દેવતા બ્રાહ્મણની ઉત્પતિ પરમ પુરુષના મુખમાંથી થયાનું ઋગવેદનું પુરુષ સૂક્ત દર્શાવે છે. ब्राह्मणोडस्य मुख्मासित् I આનો ભાવાર્થ લઈએ તો પરમ પુરુષની વાણી - કે જે બ્રહ્મવાણી છે - ના વાહક બ્રાહ્મણો છે.
દરેક બ્રાહ્મણની પાસે અટક, ગોત્ર, પ્રવર, વેદ, શાખા, કુળદેવી, ગણપતિ, યક્ષ, શિવભૈરવ અને શર્મની માહિતી હોય છે. વળી શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
गोत्रं शाखावटंकश्च वेदा: (च) प्रवरा: शिवा: I
भैरावो देवी गणपतिर्नव जानन्ति वाडवा: II
ગોત્ર, શાખા, અવટંક, વેદ, પ્રવર, શિવ, ભૈરવ, દેવી, ગણપતિ એ નવ જે જાણે તે બ્રાહ્મણ ભારતના વિવિધ રાજ્યમાં વસતા બ્રાહ્મણો ગોત્ર તેમજ પ્રવરથી ઓળખાય છે. ગોત્ર એ બ્રાહ્મણ કુળનો નિર્દેશ કરતુ એક અવિભાજ્ય અંગ છે. જે પિતૃપક્ષનું મૂળ પૂર્વજ જણાવે છે.
Downloads
References
૧) याज्ञिक श्री वेणीदत्त जगजीवन, 'औदीच्यप्रकाश:' अमदावाद, २००८ पृ. ११
૨) पाठक ईन्दुमणी, ' ब्राह्मण गोत्रवली', डी. पी. बी. पब्लीकेशन, दिल्ली, २०२१ पृ. ०८
૩) गौतम एस. एस., 'भारतमे गोत्रो और उपनामो का ईतिहास', सिद्धार्थ बुक्स, दिल्ही, २०२२ पृ. १५ से १९
૪) डो. शर्मा महावीर प्रसाद, 'उत्तर भारतीय ब्राह्मण गोत्र शासनावली', राजस्थानी ग्रंथागार, जोधपुर, २०१८, पृ. ६३
૫) પંડિત નથુરામ મહાશંકર તથા શાસ્ત્રી પંડ્યા પ્રાણજીવન હરિહર, 'શ્રી મનુસ્મૃતિ', મુંબઈ, બીજી આવૃત્તિ, ૧૯૧૧, પૃ. ૧૫
ડો. વ્યાસ હસમુખભાઈ, 'ઇતિ પુરા વૃત્ત', રાજકોટ, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૪, પૃ. ૪૪
૭) ડો. વ્યાસ હસમુખભાઈ, 'ઔદીચ્ય બ્રાહ્મણ ગોત્ર પરિચય', વિરલ પ્રકાશન, રાજકોટ, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૫, પૃ. ૯ થી ૧૪
૮) ડો. રાજગોર શિવપ્રસાદ, 'ગુજરાતના બ્રાહ્મણોનો ઈતિહાસ', અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૭ પૃ. ૫૭૮