અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર – અંબુજાનગર

Authors

  • Mitalben Varjangbhai Mori

Abstract

અંબુજા સિમેન્ટ કંપની એ ભારતના ખ્યાતનામ ઉદ્યોગગૃહમાં સ્થાન ધરાવે છે. આ કંપની એ વૈશ્વિક ગ્રૂપ લાફાર્જ હોલસીમનો ભારતમાં કાર્યરત એક ભાગ છે. લાફાર્જ હોલસીમ એ વિશ્વ પ્રસ્સિદ્ધ ગ્રૂપ છે અને તે વિશ્વમાં સૌથી વધુ સિમેન્ટ ઉત્પાદન માટે જાણીતી છે. વર્ષ 2022માં લાફાર્જ હોલસીમ જુથ દ્વારા ભારત દેશનો પોતાનો ઉદ્યોગ વેચાણ કરવાથી હાલમાં આ ઉદ્યોગ ભારતના ખ્યાતનામ ઔદ્યોગિક સમૂહ અદાણી જુથ દ્વારા ખરીદવામાં આવ્યો છે. આ જૂથના ચેરમેન શ્રી ગૌતમ અદાણી કાર્યરત છે. તેની વાર્ષિક ક્ષમતા 29.65 મિલિયન ટન પ્રતિ વર્ષ છે. કુલ ઉત્પાદનમાથી ૫ મિલિયન ટન સિમેન્ટ કોડીનાર ખાતેના અંબુજનગરમાં ઉત્પન્ન કરવામાં આવે છે. આ કંપનીના મુખ્યત્વે 5 પ્લાન્ટ ભારતભરમાં કાર્યરત છે. આ ઉપરાંત 8 ગ્રાઈન્ડિંગ યુનિટ પણ ભારતમાં કાર્યરત છે. આ ગ્રૂપનો સૌ પ્રથમ પ્લાન્ટ એવો એકમ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે કાર્યરત છે. તેની સ્થાપના વર્ષ ૧૯૮૭ માં કરવામાં આવી હતી. આ એકમ પાવર વપરાશની બાબતમાં આત્મનિર્ભર છે અને સમગ્ર એકમમાં વપરાશ થતાં પાવર નું પોતાની પાસે રહેલા પાવર ઉત્પાદનમાં ઉત્પન્ન કરે છે. આ એકમ એ સિમેન્ટનું દરિયાઈ માર્ગે વહન કરવા માટે ખ્યાતનામ છે. દેશમાં સૌ પ્રથમ દરિયાઈ માર્ગે સિમેન્ટ વહન ચાલુ કરવાનો શ્રેય આ એકમને જાય છે. અહી કોડીનાર તાલુકાના મૂલદ્વારકા બંદર ખાતે કંપનીનો પોતાનો બલ્ક સિમેન્ટ ટર્મિનલ કાર્યરત છે.  આ બંદર પર જેટીની રચના કરવામાં આવેલ છે જેમાંથી દરિયાયાઈ માર્ગે વહાણ દ્વારા સિમેન્ટનું વહન થાય છે. આ બંદર મુંબઈ અને સુરતની સાથે દરિયાઈ માર્ગે જોડાયેલ છે. અંબુજા સિમેન્ટ કોડીનાર ખાતે મુખ્યત્વે નીચે દર્શાવેલ સિમેન્ટનું ઉત્પાદન થાય છે

Downloads

Download data is not yet available.

References

૧. વાર્ષિક અહેવાલ, અંબુજા સિમેન્ટ લિમિટેડ, મુંબઈ ૨૦૨૦, પૃ.૧૬૫

૨. વાર્ષિક અહેવાલ, અંબુજા સિમેન્ટ લિમિટેડ, મુંબઈ, ૨૦૨૦, પૃ.૧૯૫

૩. વાર્ષિક અહેલવાલ, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન, મુંબઈ, ૨૦૧૭-૧૮, પૃ.૧૬

૪. વાર્ષિક અહેલવાલ, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન, મુંબઈ, ૨૦૧૮-૧૯, પૃ.૧૪

૫. વાળા અરસીભાઈ બી., કોડીનારનો ઇતિહાસ, રાજકોટ, ૨૦૦૫, પ્રથમ આવૃતિ, પૃ. ૬૪

૬. વાર્ષિક અહેવાલ, અંબુજા સિમેન્ટ લિમિટેડ, મુંબઈ, ૨૦૨૧, પૃ.૮૧

૭. વાર્ષિક અહેલવાલ, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન, મુંબઈ, ૨૦૧૯-૨૦, પૃ.૩૬

૮. વાર્ષિક અહેલવાલ, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન,મુંબઈ, ૨૦૧૯-૨૦, પૃ.૩૯

૯. વાર્ષિક અહેલવાલ, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન, મુંબઈ, ૨૦૨૦-૨૧, પૃ.૨૦

૧૦.https://sedi.org.in/location/gujarat/dated 01.03.2023;10:00 AM

૧૧. https://sedi.org.in/location/gujarat/01.03.2023;10:00 AM

૧૨. વાર્ષિક અહેલવાલ, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન,અંબુજાનગર, ૨૦૧૭-૧૮, પૃ.૭

૧૩. વાર્ષિક અહેલવાલ, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન,અંબુજાનગર, ૨૦૧૭-૧૮, પૃ.૩૫

૧૪.વાર્ષિક અહેલવાલ, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન,અંબુજાનગર, ૨૦૨૧-૨૨, પૃ.૩૮

૧૫.વાર્ષિક અહેલવાલ, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન,અંબુજાનગર, ૨૦૧૭-૧૮, પૃ.૧૪

૧૬.વાર્ષિક અહેલવાલ, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન,અંબુજાનગર, ૨૦૧૮-૧૯, પૃ.૨૩

૧૭.વાર્ષિક અહેલવાલ, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન,અંબુજાનગર, ૨૦૨૧-૨૨, પૃ.૧૮

Additional Files

Published

10-06-2023

How to Cite

Mitalben Varjangbhai Mori. (2023). અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર – અંબુજાનગર. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(6). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/889