વિધાર્થીઓના શાળાકીય વાતાવરણનો શૈક્ષણિક સિદ્ધિના સંદર્ભમાં અભ્યાસ

Authors

  • Chhayal Patel

Keywords:

શૈક્ષણિક સિદ્ધિ, ,‘શાળાકીય વાતાવરણ, અભ્યાસ, ધોરણ-૯, પાટણ

Abstract

પ્રત્યેક રાષ્ટ્રની પ્રગતિનો આધાર તે રાષ્ટ્રની શિક્ષણ પ્રણાલીની ગુણવત્તા પર નિર્ભર હોય છે. શિક્ષણને સામાજીક અને આર્થિક પરીવર્તન માટેનું મહત્વનું સાધન ગણવામાં આવે છે. નેશનલ એજ્યુકેશન પોલીસી-૨૦૨૦ માં વય શ્રેણીને અનુરૂપ, તેમના વિકાસના વિવિધ તબક્કાઓ પર વિધાર્થીઓની વિકાસલક્ષી જરૂરિયાતો અને રુચિઓને અનુરૂપ બનાવવા માટે શાળા શિક્ષણના અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્રના માળખાને ફરીથી ગોઠવવામાં આવશે તેવુ સ્પષ્ટપણે જાણવા મળે છે અને તેમાં અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્રનું માળખું અને શાળા શિક્ષણ માટે અભ્યાસક્રમ માળખાને ૫+૩+૩+૪ ડિઝાઇન દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. વર્તમાન સમયમાં શિક્ષણનો આશય સમાજના સભ્યોને સમાજમાં રહેવા માટે લાયક બનાવવાનો છે. તેથી શિક્ષણની આજની પદ્ધતિ બાળકને એક જાગૃત ક્રિયાશીલ અંગ તરીકે સ્વીકારે છે. જૂના વખતમાં બાળકે માત્ર એક શ્રોતા તરીકે ભાગ ભજવવાનો હતો પણ આજે એણે જાતે જ બધુંજ શીખવાનું છે. વિધાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ સારી ત્યારે જ મળે જ્યારે તેનું વ્યક્તિત્વ સુગ્રથિત હોય, અધ્યયન દ્વારા સુગ્રથિત વ્યક્તિત્વ વિકસાવી શકાય છે. તેથી ધોરણ-૯ ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ પર શાળાકીય વાતાવરણની શી અસર પડે છે તે જાણવા પ્રસ્તુત સંશોધન હાથ ધરવામાં આવેલ છે.

Downloads

Download data is not yet available.

References

કેશવાન, પી. એસ. (૨૦૦૯), ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓની સાંવેગિક બુદ્ધિ સામાજિક, આર્થિક દરજજો અને શૈક્ષણિક સિદ્ધિનો અભ્યાસ, તમિલનાડુ: પેરીયાર યુનિવર્સિટી

ચૌહાણ, અલ્પેશભાઈ પી. (૨૦૧૮), આત્મ વિશ્વાસ અને તેને અસર કરતા પરિબળો, નવી દિલ્હી: રેડ સાઈન પબ્લિકેશન

પટેલ, સુહાગકુમાર એમ. (૨૦૧૫), ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિનો તેમની બુદ્ધિ અને સિદ્ધિ પ્રેરણાના સંદર્ભમાં અભ્યાસ, અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી

રોડ્રિગ્સ,જી. (૨૦૧૧), કોલેજની પ્રોફેશનલ લાઈબ્રેરીઓ અને માહિતી કેન્દ્રો વચ્ચે કોઈ નોંધપાત્ર તફાવત છે કે કેમ તે અંગેનો સંશોધન અભ્યાસ, મેડગ્લોર યુનિવર્સિટી

વિલિયર્સ, (૨૦૦૬), સધર્ન કેપ યુનિવર્સિટીમાં શાળા વાતાવરણ અંગે ની ધારણા પર એમ.એડ માટેનું સંશોધન કાર્ય, યુનિવર્સિટી ઓફ સાઉથ આફ્રિકા

હુસેન, અબ્દુલકાર અલ (૨૦૦૯), યુનાઇટેડ આરબ અમિરાતના ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ના સામાન્ય અને શૈક્ષણિક સ્વસંક્લ્પનાનો શેક્ષણિક સિદ્ધિ, સામાજિક- આર્થિક દરજે, બુદ્ધિ અને જાતિના સંદર્ભમાં અભ્યાસ, યુનિવર્સિટી ઓફ હોલ, ઇંગ્લેન્ડ

Chandra, S.S. and R.K. Sharma (2004), Research in Education, Atlantic Publishers & Distributors (P) Limited

Guruvaiah, Katta (2021), “Academic Achievement Motivation Of Slow Learners In Relation To Gender, Parental Education And Family Income” In International Journal Of Multidisciplinary Educational Research-5.16 (2.286): 113-117

Pathak, R.P. (2008), Methodology of Educational Research, Atlantic Publishers & Distributors (P) Limited.

Additional Files

Published

10-04-2023

How to Cite

Chhayal Patel. (2023). વિધાર્થીઓના શાળાકીય વાતાવરણનો શૈક્ષણિક સિદ્ધિના સંદર્ભમાં અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(5). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/680