બુનિયાદી તાલીમ: ઇતિહાસ અને વિકાસ

Authors

  • Sangeeta Desai

Keywords:

મહાત્મા ગાંધી, નઈ તાલીમ, બુનિયાદી શિક્ષણ, બુનિયાદી તાલીમ, ઇતિહાસ અને વિકાસ

Abstract

                                                                                       “નઈ તાલીમ એટલે પાયાનું શિક્ષણ”

ઈ.સ 1996 મા જેક્સ ડેલોસૅના અધ્યક્ષ અધ્યક્ષપદે રચાયેલા આંતરરાષ્ટ્રીય પંચના 21 મી સદી માટેના શિક્ષણના અહેવાલમાં ગાંધીજીની નઈ તાલીમનું પ્રતિબિંબ પડે છે. વર્તમાન શિક્ષણની દુર્દશા જોતા શિક્ષણ વ્યવસાયને નઈ તાલીમની જરૂર છે. ઈ.સ.1939 માં વર્ધા મુકામે મારવાડી વિધાલય (હાલ નવભારત વિધાલય) ની રજત જયંતી પ્રસંગે તા. 22 23 ઓક્ટોબરે શ્રી મન્નારાયણજીએ ગાંધીજીના અધ્યક્ષપણા હેઠળ રાષ્ટ્રીય કેળવણીકારોનું એક સંમેલન યોજ્યું, આ સંમેલનમાં ગાંધીજીએ બુનિયાદી શિક્ષણનાં બીજ રોપ્યાં. સ્વરાજ સંપ્રાપ્તિ માટે ચાલતી પ્રવૃત્તિઓ માટેની કેળવણીના માધ્યમથી ચારિત્ર્યવાન, શક્તિવાન તેમજ કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તાઓ તૈયાર કરવાની પ્રતિજ્ઞા સાથે ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણનો યજ્ઞ આરંભ્યો હતો.તેમની કેળવણીનાં કેન્દ્રમાં વ્યક્તિના  શરીર-મન-આત્મામાં પડેલા ઉત્તમ અંશોનો આવિર્ભાવ કરવાનો હેતુ હતો. દક્ષિણ આફ્રિકામાં કેળવણીના પ્રયોગો કરીને ગાંધીજીએ સિદ્ધ કરી આપ્યું હતું કે કેળવણીકારનું કામ કેવળ બુદ્ધિને પોષવાનું નથી, કૌશલ્યોને કંડારવાનું નથી પણ ચારિત્ર્યનો વિકાસ કરવાનું છે. બાળકનો સર્વાંગી વિકાસ કરવાના ધ્યેય સાથે વિશ્વને મળેલી 'નઈ તાલીમ' કે 'બુનિયાદી શિક્ષણ'એ તેમની અમૂલ્ય દેણગી છે. 'નઈ તાલીમ' બુનિયાદી તાલીમનો ઇતિહાસ અને તેનો વિકાસ તપાસવા પ્રસ્તુત અભ્યાસ કરવામાં આવ્યો છે.

Downloads

Download data is not yet available.

References

• જૈન, એલ. અને પુનડીયા એ. (2023). સામાજિક-આર્થિક વિકાસની દિશામાં કાર્યરત કર્મશીલોની ગાંધી વિચાર પદ્ધતિની વર્તમાન પ્રાસંગિકતા. Towards Excellence, 15(2).

• ધધોદરા, એન. (2022). કેળવણીકાર ગાંધીજી. Towards Excellence, 14(4).

• મેંધા, એસ. એ. (2004). ગુજરાત રાજ્યના પ્રાથમિક બુનિયાદી અધ્યાપન મંદિરના તાલીમાર્થીઓ અને તેમના અધ્યાપકોના કોમ્પ્યુટર શિક્ષણ પ્રત્યેના વલણોનો અભ્યાસ. રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

• Dharampal (2000). The Beautiful Tree Indigenous Indian Education in the Eighteenth Century. Biblia Impex Pvt. Ltd.

• Kothari, D.S. (1966). Education and National Development. Ministry of Education, Government of India.

• Kumar, K. (2005). Political Agenda of Education A Study of Colonialist and Nationalist Ideas. Sage Publications.

• Nizami, K.A. (1981). On history and historians of medieval India. Munshiram Manoharlal Publishers.

• Raina, V.L. (1970). History of Education in India the British Period. Metropolitan Book Co.

Additional Files

Published

30-10-2023

How to Cite

Sangeeta Desai. (2023). બુનિયાદી તાલીમ: ઇતિહાસ અને વિકાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si1). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1481