મહાકવિ કાલીદાસની દૃશ્યકૃતિઓમાં વ્યક્ત થતો સમાજ

Authors

  • Dr. Bhanu N. Kapadia

Abstract

પ્રસ્તુત પેપર સમાજ અને સંસ્કૃત સાહિત્ય વચ્ચે રહેલો સંબંધ દર્શાવે છે. માનવી-માનવી વચ્ચે સતત આંતરક્રિયા થતી હોય છે. બેકર નામના સમાજશાસ્ત્રી જણાવે છે કે માનવી આ આંતરક્રિયા દ્વારા સાતત્ય ધરાવતી અને પરિવર્તન પામતી જે વ્યવસ્થા વિકસાવે તેને સમાજ કહેવાય. જયારે ગિલ્બર્ટ નામના સમાજશાસ્ત્રીના મતઅનુસાર સમાજ એટલે સામાજિક સંબંધોનું જટિલ ગુંફન કોઈપણ સમાજમાં રહેતો માનવી સંબંધોના તાણાવાણાથી જોડાયેલો હોય છે. માટે તે જે સમાજમાં રહેતો હોય તે સમાજની અસરથી તે મુક્ત રહી શક્તો નથી. સાહિત્યકાર પણ માનવી છે. સમાજના રીતરિવાજો, રુઢીઓ, પ્રચલિત પરંપરાઓ અને માન્યતાઓ વગેરેની તેના ચિત પર અસરથાય છે જ, સાહિત્યકારોની ાલ્પનિક રચનાઓમાં પણ જે તે સમયની ઘટનાઓની ઝલક ઓછેવત્તે અંશે થયા વિના રહેતી નથી. કોઈપણ સર્જકના સર્જનમાં સામાજિક દૃષ્ટિકોણ હોય નથી. કોઈ પણ મત રાખતી જ છે. કોઈપણ સાહિત્યકૃતિ સ્થળ અને કાળના સ્પંદનો ઝીલી એ સમયના સમાજમાં પ્રવર્તમાન સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક બાબતોનું પ્રતિબિંબ પાડતી હોય છે. સાહિત્ય અને સમાજને નિકટનો સંબંધ રહેલો છે. સાહિત્ય સમાજના પ્રશ્નોને વાચા આપવાનું ઉત્તમ માધ્યમ છે.
દુનિયાની સૌથી જૂની ગણાતી ભાષાઓમાંની એક ભાષા સંસ્કૃત એ ભારતની એક શાસ્ત્રીય ભાષા ગણાય ષાઓમાંની એક ભાષા સંસ્કૃ છે. હિન્દુ ધર્મના લગભગ બધાજ ધાર્મિક ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલા છે. આજે પણ હિન્દુઓના દરેક ધાર્મિક કાર્યો જેવા કે યજ્ઞ, પૂજાવિધિ, લગ્ન વગેરે સંસ્કૃત ભાષામાં થાય છે. સંસ્કૃત એ ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ મનાય છે.સંસ્કૃત ભાષામાં ગવાતા શ્લોકો અને મંત્રો મન અને હ્રદયને આનંદ અને શાંતિ આપે છે. તેથી તો આજે માત્ર ભારતમાં જ નહિં પરંતુ વિશ્વમાં સંસ્કૃત ભાષાને વિશેષ સ્થાન અને આદર મળવા લાગ્યા છે. સંસ્કૃત ભાષા પ્રત્યે લગાવ હોવાથી આપણે આ સંસ્કૃતિનું જતન અને આદર કરીએ છીએ. મહાકવિ કાલીદાસ, વ્યાસજી, વાલ્મિકી કે ભાસમુનિ દ્વારા રચાયેલ સાહિત્ય ( ગ્રંથો, નાટકો કે મહાકાવ્યો) આટલા વર્ષો બાદ આજેય આપણને આકર્ષે છે.

Downloads

Download data is not yet available.

References

Ghos.MM - History of Indian Drama, Its origin and Diffusion, Culcutta-1957

જાગીરદાર. આર. વી. -સંસ્કૃત સાહિત્યમાં નાટકો

૩. પ્ર.દવે પી.સી. અને પ્રા.દવે. સુરેશ જ. - મહાકવિ કાલીદાસ રચિત અભિજ્ઞાનશાકુંતલમ્, (1996-97) સરસ્વતી પુસ્તક ભંડાર.

ડો. પંડ્યાભગવતીપ્રસાદ અને અન્ય (1973) સી. જમનાદાસની કંપની- મહાકવિ કાીદાસ રચિત માલવિકાગ્નિમિત્રમ્

પ્રા.દવે પી.સી. અને પ્રા.દવે. સુરેશ જ-મહાકવિ કાલુદાસ રચિત વિક્રમોર્વશીયમ્, સરસ્વતી પુસ્તક ભંડાર.

આર્થર ડબલ્યુ રાયડર ટ્રાન્સલેશન ઓફ કુંતલા એન્ડ અધર.

ડો. ત્રિપાઠીમિથિલાપ્રસાદ - કાલીદાસ ગ્રંથાવલી, કાલ્કદાસ સંસ્કૃત યુનિવર્સિટી ઉજ્જૈન,

નાન્દી એમ.એ.- મહાકવિ કાલીદાસ રચિત વિક્રમોર્વશીયમ, મહાજન પબ્લિશીંગ હાઉસ.

Additional Files

Published

10-04-2017

How to Cite

Dr. Bhanu N. Kapadia. (2017). મહાકવિ કાલીદાસની દૃશ્યકૃતિઓમાં વ્યક્ત થતો સમાજ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 2(5). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1094