‘ઝેર તો પીધા છે જાણી જાણી’ - ૧ નું સમરસતામાં પ્રદાન
Abstract
ગુજરાતી સાહિત્યની મહાન નવલકથાઓમાં સ્થાન પામનાર નવલકથાનું સર્જન મનુભાઇ પંચોળીના હસ્તે થયું છે. મહાનકૃતિની લાક્ષણિકતા જ એ છે કે તે વિશ્વભરની સમસ્યાઓને, માનવમનની સંવેદનાઓને ગહન રીતે આપણી સમક્ષ પ્રગટ કરે છે. પણ સાથોસાથ તાત્વિક દર્શનની પ્રતીતિ પણ સાહિત્યના માધ્યમ દ્વારા કરાવે છે. ‘ઝેર તો પીધા છે જાણી જાણી’ નવલકથાના સર્જકની ખૂબી જ એ છે કે તેમણે પાત્રોને સંવેદન ઝીલીને સમયની સાંગોપાંગ કથાપ્રવાહને રસપદ બનાવવા માધુર્યસભર કથાસૃષ્ટિ ખડી કરી છે. સાડા ચાર દાયકા ઉપર પથરાયેલો અને ત્રણ ભાગમાં અવતરેલી મહાનવલ ‘ઝેર તો પીધા છે જાણી જાણી’ આખરે એક ગ્રંથ રૂપે આપણને પ્રાપ્ત થાય છે.
ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર પ્રાપ્ત કરનાર સર્જકની આ મહાનવલકથાના સર્જનની સર્જનલીલા અદભુત છે. પહેલાભાગનો ગ્રામપરિવેશ રોમાંચક છે. જયારે બીજા ભાગમાં વાર્તાની ટેકનિક ડાયરીનું સ્વરૂપ લે છે. જયારે ત્રીજો ભાગ ‘મધુરણ સમાપયેત’નો અર્થ સૂચવી જાય છે. મનુભાઇ પંચોળીની બે વિશિષ્ટ સિદ્ધિઓ છે. જેમ કે વાર્તાકથન અને પાત્રલેખન, જેનાથી નવલકથા રસપ્રદ અને માર્મિક બની રહે છે.
ગાંધીબાપુ પ્રત્યેની અનન્ય ભક્તિપ્રેમનું કારણ હોય, કે પછી અહિંસાની ખેવના કે સ્વાતંત્ર્ય પછી મુક્તિના આનંદથી મનુભાઇ પંચોળી આશ્રમ અને ગાંધીબાપુને કથાપ્રવાહને નવી રાહ ચીંધનારા આલેખ્યા છે. જીવનના દ્વૈતમાંથી જાગનારો સંઘર્ષ એ આ મહાનવલનો ધ્યાનવિષય છે. દ્વૈતનું ઉપસમન કરવા બુદ્ધની ગુફાઓના પહાડી પરિવેશનો યોગ કરાવીને તેનું સૂચન આપે છે.
સમરસતા એટલે કે સમરસ થવાનો ગુણ, કે સદા એકસમાન રહેવાની સ્થિતિ. મનુભાઇ પંચોળીની આ નવલકથાના પાત્રો વાતાવરણ મુજબ જ ચિત્રિત થયા છે. ગોપાળબાપા, રોહિણી, સત્યકામ જેવા પાત્રો એક સમાન બનીને કર્મના આધારે સંસારમાં સરે છે. ધર્મમા આસ્થા ધરાવનારા નર-નારીઓ સમાજજીવનનું ધારકબળ બની શકે તેવું સુચવાયું છે.
Downloads
References
ઝેર તો પીધાં છે જાણી જાણી - મનુભાઇ પંચોળી ‘દર્શક’