ટૂંકીવાર્તાઓમાં મનોયૌગિક સંકુલતા: ઈલા આરબ મહેતાની કૃતિઓનો અભ્યાસ
Abstract
ઓગણસમી સદી પહેલાં પણ સાહિત્યમાં મનોવિજ્ઞાનનો અનુબંધ કયાંક ને કયાંક જોવા મળે છે. પરંતુ અહીં આપણો અભ્યાસ વિષય મનોવિજ્ઞાનની શોધ થયા પછીનો છે. મનોવિજ્ઞાન ક્ષેત્રે નોંધનીય પ્રદાન કરનાર વિલિયમ જેમ્સનું પુસ્તક ‘The Principles of Psychology’માં માનવચેતનાના લક્ષણોનું સવિગત વર્ણન જોવા મળે છે. મનોવિજ્ઞાનના મતે સાહિત્ય માનવમનનું સર્જન છે. સાહિત્યમાં બે ધ્રુવની જો વાત કરીએ તો એક ધ્રુવ સર્જક છે અને બીજો ધ્રુવ સર્જન છે. સર્જક અને સર્જનને સમજવાની મથામણમાંથી મનોવિજ્ઞાન માર્ગ દર્શાવી શકે છે. મનોવિજ્ઞાનમાં મનોવિશ્લેષણાત્મક અભિગમ માનવમનનું બારીકાઈથી વિશ્લેષણ કરે છે. આ અભિગમના પાયામાં ફ્રોઈડ, હર્બટ રીટ, વિલસન, કેનેથ બર્ક, બોદકીન જેવા સમર્થ વિવેચકોનો ફાળો છે.
સાહિત્ય અને મનોવિજ્ઞાન બંને એક રીતે તો માનવમનની આસપાસ ફરે છે. એક રીતે જોતાં એવું લાગે કે સાહિત્ય અને મનોવિજ્ઞાનનો સંબંધ નવા યુગમાં સ્થપાયો છે. પરંતુ બીજી રીતે જોતાં આ સંબંધ પુરાતન હોવાની ખાતરી થયા વિના રહેતી નથી. પ્રાચીન ભારતીય સાહિત્ય વેદ, ઉપનિષદ, પુરાણ, પ્રાચીન આખ્યાનો વગેરેમાં મનોવિજ્ઞાનના નિહિતપણાનો ખ્યાલ આવે છે. વ્યાસ, વાલ્મીકિ કે કાલિદાસના સાહિત્યમાં પણ મનોવિજ્ઞાનનો સહજ વિનિયોગ થયેલો જોઈ શકાય છે. પાશ્ચાત્ય સાહિત્યમાં શેકસપિયર અને ગેટેની કૃતિઓમાં પણ મનોવૈજ્ઞાનિક અભિગમ પડેલો જોઈ શકાય છે. આપણે જાણીએ છીએ તે મુજબ મનોવિજ્ઞાન વીસમી સદીમાં અસ્તિત્વમાં આવ્યું છે. આ સમય પહેલાનાં સાહિત્યમાં મનોવિજ્ઞાનનું પગેરું શોધવું જડતાભર્યું ગણાય. મનોવિજ્ઞાન અને સાહિત્ય આ રીતે જોતાં તો એક સિક્કાની બે બાજુ જ ગણાય. આમ, ઈલા આરબ મહેતા ગુજરાતી સાહિત્યની પ્રતિષ્ઠિત લેખિકા છે, જેની કૃતિઓમાં માનવીના આંતરિક સંઘર્ષ, વિચારો અને ભાવનાઓનું સુક્ષ્મ વર્ણન જોવા મળે છે. આ અભ્યાસમાં ઈલા આરબ મહેતાની ટૂંકીવાર્તાઓના માનસશાસ્ત્રીય પાસાઓની વિશેષ પરખ કરવામાં આવશે.
Downloads
References
James, William. The Principles of Psychology. Vol. 1, Henry Holt and Company, 1890.
Aristotle. Poetics. Translated by S. H. Butcher, Macmillan, 1902.
ભટનાગર, રામરતન. સાહિત્ય અને સમાજ. દિલ્હી: રાજકમલ પ્રકાશન, 1952.
કોઠારી, મધુ. સાહિત્ય વિવેચનામાં મનોવૈજ્ઞાનિક અભિગમ. અમદાવાદ: આકાશ પ્રકાશન, 2005.
શર્મા, રાધેશ્યામ. ઈલા આરબ મહેતા: જીવન અને કૃતિ. અમદાવાદ: સરિતા પ્રકાશન, 2000.
ડાભી, વંદના. ઈલા આરબ મહેતાની વાર્તાસૃષ્ટિ, પ્ર. કુસુમ પ્રકાશન, આવૃત્તિ : ર૦૧પ, પૃ.૦૩
એજન, પૃ.૬૪
મહેતા, ઈલા આરબ. ‘બળવો બળવી–બળવું’, પ્ર.આ.૧૯૯૮, પૃ.૯૪–૯પ
એજન, પૃ.ર૦૭
મહેતા, ઈલા આરબ. ‘વિયેના વૂડ્ઝ’, પ્ર.આ. ૧૯૮૯, પૃ.૧૬૮
મહેતા, ઈલા આરબ. એ ‘ક સિગરેટ એક ધૂપસળી’, પ્ર.આ. ૧૯૮૧, પૃ.૧૪૩
એજન, પૃ.૧૪૪
એજન, પૃ.૧૬૧–૧૬ર
એજન, પૃ.૧૬૩
મહેતા, ઈલા આરબ. ‘યોમ કિપૂર’, પ્ર.આ. ર૦૦૬, પૃ.રપ૦