મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ હિમાંશી શેલતની ટૂંકીવાર્તાઓનું વિશ્લેષણ
Abstract
મનોવિજ્ઞાન સર્જકના અનુભવો સુધી પહોંચવાની મથામણ કરે છે. સર્જનમાં રહેલો મૂળ ભાવ સમજવા ઘણી વખત સર્જકો કેફિયત આપતા હોય છે. મનોવિજ્ઞાન સર્જકના મન સુધી પહોંચવા માટે પ્રયત્ન કરે છે. મનોવિજ્ઞાનને સાહિત્યકારના જીવનદર્શનમાં વિચારની એક નવી દિશા દેખાય છે. વર્તમાન સાહિત્ય મનોવિજ્ઞાનનો ઉપયોગ છૂટથી કરે છે. વિવિધ મનઃસ્થિતિઓને રજૂ કરવા માટે પ્રતીકો, કલ્પનો, પુરાકલ્પનો યોજે છે. જેમાં આડકતરી રીતે મનોવિજ્ઞાનનો સાહિત્યમાં વિનિયોગ થઈ જાય છે. આમ કરવાથી સર્જક પોતાની વાત સચોટતાથી અને ટૂંકાણમાં રજૂ કરી શકે છે. સર્જક જે સર્જન પ્રક્રિયા આદરે છે. એમાં જાણ્યે અજાણ્યે એનું અજાગ્રત મન આલેખન પામે છે. મનોવિજ્ઞાન સર્જકની સર્જન પૂર્વેની માનસિક સ્થિતિ જાણવાનો પ્રયત્ન કરે છે. સાહિત્યમાં નિરૂપણ પામતા રાગ–દ્વેષ, લાગણી, સંઘર્ષ, મનોમંથન, તર્ક, ભાવનાઓ વગેરે શી રીતે આલેખન પામ્યાં એ જાણવામાં મનોવિજ્ઞાનને રસ હોય છે. સર્જક પોતાની આગવી દુનિયા સાહિત્યમાં ખડી કરે છે. આ બધું કરવા જતાં સર્જકની અંગતતા પણ કયાંક ને કયાંક સર્જનમાં ડોકાઈ જતી હોય છે.
Downloads
References
‘સર્જનપ્રક્રિયા અને નારીચેતના’ – સંપા. ઉષા ઉપાધ્યાય, પાર્શ્વ પ્રકાશન, પ્ર. આ. ર૦૦૬.
‘વાર્તા વિશેષ હિમાંશી શેલત’ – સંપા. શરીફા વીજળીવાળા, અરુણોદય પ્રકાશન, પ્ર.આ. જૂન ર૦૧૩.
‘અન્તરાલ’ લે. હિમાંશી શેલત, બીજી આવૃત્તિ, પૃ.૧૦–૧૧
એજન, પૃ.૧૩
‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’, લે. હિમાંશી શેલત, પુનર્મુદ્રણ–ર૦૧૯, પૃ.ર૯
એજન, પૃ.૩૧
એજન, પૃ.૮ર
‘ગર્ભગાથા’ લે. હિમાંશી શેલત, પ્ર.આ.ર૦૦૯, પૃ.૧૩
એજન, પૃ.૧પ
એજન, પૃ.૧૭
એજન, પૃ.૩ર
‘ઘટના પછી’, લે. હિમાંશી શેલત, પ્ર.આ.ર૦૧૧, પૃ.૩૩