કોરોના મહામારીના સંદર્ભમાં ‘દીપદીક્ષા’નું માનવ ઘડતરના સંદર્ભમાં મૂલ્યાંકન

Authors

  • Sachade Komal N.

Keywords:

કોરોના મહામારી,, ‘દીપદીક્ષા’,, માનવ ઘડતર,, મૂલ્યાંકન

Abstract

હાલના સમયમાં આખું વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે  લોકોની સુરક્ષા માટેના સર્વત્ર સતત પ્રયાસો થઈ રહ્યા છે, તો આ સાથે આ મહામારીના સમયમાં માનવ ઘડતર અને વિદ્યાર્થી ઘડતર એ શિક્ષણ સામે મોટો પડકાર છે. અત્યારના સંજોગોમાં ઓનલાઈન શિક્ષણ વેગવંતુ બની ગયું છે ત્યારે હાલના તબક્કે જરૂર છે એક એવા  શૈક્ષણિક માળખાની કે જેના પગલે ચાલીને આ મહામારીના સમયમાં પણ વિદ્યાર્થી ઘડતર કરીને શિક્ષણને ધબકતું કરવાની. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં જો શિક્ષણના નિષ્ણાતોના અનુભવોના નિચોડનું ભાથું લઈને માનવ ઘડતરના હેતુથી વિદ્યાર્થી ઘડતરની પ્રક્રિયા માટેના સૂઝાવોને અનુસરવામાં આવે તો ચોક્કસ શિક્ષણક્ષેત્રને પણ દિશાસૂચન મળી શકે તેમ છે.

જેમના જીવનનું આચરણ કરવું એ જ શિક્ષણ મેળવ્યા સમાન છે એવા શિક્ષણના પર્યાય અને કચ્છ જિલ્લાના કેળવણીકાર શ્રી રમેશભાઈ દવે ખરા અર્થમાં બાળકોના જીવનના ઘડવૈયા બનીને શિક્ષણક્ષેત્રે ખૂબ જ નામના અને સફળતા હાંસલ કરી છે. શિક્ષણક્ષેત્રે અનેક સહળ પ્રયોગો કરીને પોતાની શાળાને રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના અપાવનાર શ્રી રમેશભાઈ દવે પાસેથી આપણને ચૌદ જેટલાં શિક્ષણ વિષયક પુસ્તકો પ્રાપ્ત થાય છે. તેમણે પોતે શિક્ષણક્ષેત્રે જે પ્રયોગો કર્યા અને જે પણ ચિંતન કર્યુ તેને સાહિત્ય સ્વરૂપે તેમણે નોંધી લીધુ છે. આ પુસ્તકો આજે પણ ઉત્સાહી શિક્ષક માટે હેન્ડબુક બની શકે તેમ છે.

એમાનું એક શિક્ષણ વિષયક પુસ્તક છે દીપદીક્ષા. જે પુસ્તકમાં પોતાના દ્વારા શિક્ષણજગતમાં થયેલા અને અનુભવેલા શિક્ષણપ્રયોગો વિશેનું આલેખન છે. આ પુસ્તકના માધ્યમથી સાંપ્રત શિક્ષણજગતને પણ નવી દિશા મળી શકે તેમ છે. હાલના સમયમાં પણ એક સફળ શિક્ષણમાળખું રચવા કેવા- કેવા પ્રયોગો કરવા જોઇએ? તેમજ ક્યા પ્રકારના કાર્યોથી શિક્ષણજગતના વિદ્યાર્થીઓને સંપૂર્ણ  વિદ્યાર્થીઓ બનાવી શકાય છે? આવા પ્રશ્નોના ઉત્તર જાણવાનો ઉદ્દેશ્ય સાથે રાખીને તથા કેળવણીકાર રમેશભાઈ દવેના નિજ અનુભવના નિચોડના સથવારે રહીને પણ શિક્ષણક્ષેત્રે આમૂલ પરિવર્તનો આણી શિક્ષણનું ચોક્કસ માળખું રચી શકાય તેમ છે.

પ્રસ્તુત અભ્યાસનું ક્ષેત્ર શિક્ષણનું તત્વજ્ઞાન હતું. અભ્યાસનો પ્રકાર વ્યાવહારિક અને ગુણાત્મક પ્રકારનું હતું. પ્રયોજકે વર્ણનાત્મક સંશોધન પધ્ધતિ અંતર્ગત વિષયવસ્તુ વિશ્લેષણ પધ્ધતિ પસંદ કરી હતી. નિદર્શ તરીકે કચ્છ જિલ્લાના કેળવણીકાર રમેશભાઈ દવેનું કેળવણી વિષયક પુસ્તક દીપદીક્ષાની જેમાં સહેતુક નમૂના પસંદગી પ્રવિધિથી પસંદગી કરી હતી. ઉપકરણ તરીકે સ્વરચિત નોંધપત્રકોનો ઉપયોગ કર્યો હતો. કચ્છ જિલ્લાના કેળવણીકાર શ્રી રમેશભાઈદવેની  રૂબરૂ તેમજ ટેલિફોનિક મુલાકાત લઈને તેમની મદદથી શિક્ષણ વિષયક વિચારજૂથોનું વિભાજન કરીને અભ્યાસના વિષયવસ્તુમાંથી શિક્ષણ વિષયક ચિંતન તારવવામાં આવ્યું હતું.

શિક્ષણચિંતન અંગે સાહિત્યમાંથી પ્રાપ્ય વિદ્યાર્થી ઘડતર માટેના શિક્ષણવિચારો અંતર્ગત વિદ્યાર્થી વિષયક,  શાળા વિષયક, શિક્ષણમાં શૈક્ષણિક પ્રવૃતિઓ અને શૈક્ષણિક પ્રૌદ્યોગિકી વિષયક વિચારો જાણવા મળ્યા હતા. વિદ્યાર્થીકાળમાં અનુશાસનનું મહત્વ, શાળાની પ્રાર્થનાસભાની વિશિષ્ટતાઓ, શાળા પ્રાર્થનાસભાનું મહત્વ, શાળા આયોજનનું માળખું, શાળામાં સર્જાતી સમસ્યાઓ અને ઉપાયો , શૈક્ષણિક પ્રવૃતિઓ દ્વારા વિકસતા સર્વાંગી મૂલ્યો અને શૈક્ષણિક પ્રૌદ્યોગિકીના સાધનોની ઉપયોગિતા વિષયક વિચારો પ્રાપ્ત થયા હતા. જે સૂચવે છે કે કચ્છ જિલ્લાના કેળવણીકાર રમેશભાઈ દવેના કેળવણી વિષયક સાહિત્યમાંથી ખૂબ જ અમલ કરવા યોગ્ય અને અસરકારક શિક્ષણ વિષયક શિક્ષણચિંતન દ્વારા સાંપ્રત શિક્ષણ પ્રક્રિયાનું માળખું ઘડવા સક્ષમ છે. સૌ શિક્ષણપ્રેમીઓએ સાંપ્રત શિક્ષણને દિશા નિર્દેશના સંદર્ભમાં શિક્ષણની ચિંતા અને ચિંતન અનુરૂપ સંશોધનો પણ હાથ ધરવા જોઈએ.

Downloads

Download data is not yet available.

References

• આચાર્ય, એમ. એ. (૨૦૦૯). શિક્ષણમાં સંશોધનનું પધ્ધતિશાસ્ત્ર. અમદાવાદ: અક્ષર પબ્લિકેશન.

• ઉચાટ, ડી. એ. (૨૦૦૯). શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પધ્ધતિશાસ્ત્ર. રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

• ઠાકર, ડી. (૨૦૦૯). શિક્ષણ : ચિંતા અને ચિંતન. અમદાવાદ : પાર્શ્વ પબ્લિકેશન.

• પટેલ., એમ. એમ.(૨૦૦૯). કેળવણીનો કોયડો. અમદાવાદ : પાર્શ્વ પબ્લિકેશન.

• ધોળકિયા, એચ. (૨૦૧૦). અલીયાબાડા(બી.એડ.)ના અનુભવો. ભુજ-કચ્છ.

• પટેલ, આર. એસ. (૧૯૯૩ થી ૨૦૦૬). એમ. એડ. લઘુ શોધનિબંધના સારાંશ. અમદાવાદ:ગુજરાત યુનિવેર્સિટી

• શાહ, ડી. (૨૦૦૯). શૈક્ષણિક સંશોધન. સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી.

• સ્વામી, આર. (૨૦૦૫). અર્વાચીન ભારતના ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા અને તેમની જવાબદારી. રાજકોટ : શ્રી રામકૃષ્ણ આશ્રમ.

• સ્વામી, એન. (૨૦૦૬). શિક્ષક તો છે જ્યોતિર્ધર. રાજકોટ : શ્રી રામકૃષ્ણ આશ્રમ.

• ત્રિવેદી, એચ. (૨૦૦૧). જીવનલક્ષી શિક્ષણ. અમદાવાદ : સંસ્કાર સાહિત્ય મંદિર.

Additional Files

Published

10-12-2022

How to Cite

Sachade Komal N. (2022). કોરોના મહામારીના સંદર્ભમાં ‘દીપદીક્ષા’નું માનવ ઘડતરના સંદર્ભમાં મૂલ્યાંકન. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(3). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/554