પ્રાથમિક શાળાના શિક્ષકોની જાતીય સભાનતા માપદંડની રચના અને અજમાયશ
Keywords:
પ્રાથમિક શાળાના શિક્ષકો, જાતીય સભાનતા, માપદંડ, રચના અને અજમાયશ.Abstract
શિક્ષણ સમાજ સાથે સંકળાયેલું પાસું છે. સમાજની સમસ્યાઓ દૂર કરવા શિક્ષણનું યોગદાન જરૂરી છે. આપણા દેશમાં પાછલા કેટલાંક વર્ષોથી જેન્ડર શબ્દ ઘણી ચર્ચામાં છે. જાતિ આલિંગ ફ્રેન્ચ શબ્દ Genra માંથી આવ્યો છે. આ Sexના પર્યાયરૂપમાં પ્રયુક્ત થઈ રહ્યો છે. સામાન્યરૂપથી સ્ત્રી અને પુરુષ વચ્ચેના ભેદ સાંસ્કૃતિક ઓછા અને શીરીરિક વધુ છે. નર અને માદા વચ્ચે શારીરિક ભેદ વધુ છે. નર અને માદાના વચ્ચે શારીરિક ભેદના લક્ષણો, રંગસૂત્રો, ડાર્મોન્સ અને દ્વિતીય સ્તરના સહાય લક્ષણો પર નિર્ભર છે. પરંતુ હવે એ નિશ્ચિત થઈ ગયું છે કે શરીર નિર્માણનો પ્રાકૃતિક ભેદ સામાજિક વહેંચણીના માટે આધારના રૂપમાં પ્રયુક્ત નથી કરી શકતા, જેના લીધે જાતિ શબ્દ પાછલા કેટલાંક સમયથી સ્ત્રી અને પુરુષના વચ્ચે જે આધારના રૂપમાં પ્રયુક્ત નથી કરી શકાતા. જેના લીધે જાતિ શબ્દ પાછલા કેટલાંક સમયથી સ્ત્રી અને પુરુષના વચ્ચે જે સામાજિક તેમજ સાંસ્કૃતિક ભેદ રેખાને સ્પષ્ટ કરવાને માટે પ્રયુક્ત થાય છે. ‘હા’ તો બધા લોકો સમજે છે કે જાતિગત સમસ્યા માનવ જીવનના બધા પહેલુંઓ માટે પ્રભાવી છે. વ્યવહારમાં સ્ત્રી તેમજ પુરુષ જાતિના વચ્ચે જે અસમાનતા છે તે માનવ સર્જિત છે પ્રાકૃતિક નહીં. વાસ્તવમાં પ્રકૃતિને તો મહિલાઓના ગર્ભાશય, તરુણવસ્થા, યુવાવસ્થા, વૃધ્ધાવસ્થા તેમજ જૈવિક શક્તિઓ અને સહનશક્તિમાં પુરુષથી વધુ શક્તિ પ્રદાન છે. પરંતુ પ્રજનન અને ગર્ભાવસ્થા સ્ત્રીઓમાં હોવાને કારણે એમનો ગેરલાભ ઉઠાવીને પુરુષ પ્રધાન સમાજનો વિકાસ થયો. આ પુરુષોનો સ્ત્રીઓ પ્રત્યે અન્યાય છે. આવું હોવા છતાં પણ સ્વતંત્રતા પછી સ્ત્રીઓના સામાજિક અને આર્થિક સુધારથી સંબંધિત અસંખ્ય કાર્યો થયા છે જેની અસર મંદગતિએ થઈ છે.
સમાજ સ્ત્રી-પુરુષ સમાનતાને વ્યવહારમાં લાવવાને બદલે અંતર પર ભાર મૂકે છે જેનાથી સ્ત્રી-પુરુષની ભૂમિકામાં ભેદભાવ વધી જાય છે. એના રસ્તા અલગ-અલગ થઈ જાય છે અને આવા સમાજ દ્વારા સર્જિત સમાનતાને લીધે એના વચ્ચે તનાવ અને સમસ્યાઓ વધી જાય છે. જેનાથી જીવન ક્રિયાઓના બધા વ્યવહારમાં પરંપરાગત સહજ સ્વીકૃત ભેદ જેવા કે જન્મ લેવો, લાલન-પાલન, શિક્ષણ પ્રાપ્તિમાં, આર્થિક, ઉપાર્જનમાં, નોકરીમાં, કાર્યની વહેંચણીમાં, સામાજિક મોભામાં, બધા જ પ્રકારના હક્ક તેમજ અધિકાર, સમાન તક વગેરે પ્રચલિત ભાવને દૂર કરવી તે જાતીય સમાનતાને ઉજાગર કરે છે.
સાંપ્રત સમાજમાં સ્ત્રી-પુરુષો માટેના માપદંડ અંગે ગેરમાન્યતા પ્રવર્તે છે. દરેક ક્ષેત્રે અનેક પ્રયાસો થયા છતાં વધુ ફેરફાર જોવા મળતો નથી. શિક્ષકોએ સામાજિક પરિવર્તનો પરિવ્રાજક છે. શિક્ષકની વિદ્યાર્થી તેમજ સમાજ પર અસર જોવા મળે છે. પ્રાથમિક શિક્ષણ આપતા શિક્ષકોની જાતીય સમાનતા વિશેની સભાનતા જાણવાથી તે પોતે સમાજ અને શાળા માટે શું કરી શકેતે અંગે સૂચન કરી શકાય. તેમજ પ્રાથમિક શાળામાં શિક્ષણ આપતા શિક્ષકોની જાતીય સમાનતા અંગેની સભાનતા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Downloads
References
ઉચાટ. ડી. એ, (2009) શિક્ષણ અને સામાજીક વિજ્ઞાનોમાં સંશોધનનું પધ્ધતિશાસ્ત્ર, રાજકોટ : શાંત 3, ટાગોર નગર, અમીનમાર્ગ પાસે.
દેસાઈ, કૃષ્ણકાંત ગો. (2000) મનોવૈજ્ઞાનિક માપન, અમદાવાદ : યુનિવર્સિટી, ગ્રંથ નિર્માણ બોર્ડ.
ત્રિવેદી, એમ.ડી. અને પારેખ લી. યુ. (1989) શિક્ષણમાં આંકડાશાસ્ત્ર, અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ.