ઉજ્જવલા યોજના અને સખી વન સ્ટોપ સેન્ટર યોજનાનાં લભાર્થીઓનું આવક અને ખર્ચનું વિશ્લેષણ
Abstract
સરકારી યોજનાઓ માત્ર સરકારી રીતે અમલ કરવાના બદલે તેમાં જનમતને મહત્વ આપીને જનભાગીદારીથી સરકારી યોજનાઓ કાર્યાન્વિત કરીને તેનો સફળતાપૂર્વક અમલ કરી ગુજરાતે એક ભગીરથ કાર્ય કરી બતાવ્યું છે. યોજનાઓમાં જન-જનની લોકભાગીદારી કરી વિકાસના મીઠા ફળ સામાન્યજન સુધી પહોંચતા કર્યા છે. ગુજરાતના સ્તરને આજે કોઈ નકારી શકે તેમ નથી. ગુજરાતે સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. તેમાં મહિલા વિકાસ માટેની પણ યોજનાઓ છે. આ મહિલા યોજનાઓના લાભથી મહિલાઓના કાર્યમાં વિકાસ અને પ્રગતિમાં સામાજીક તેમજ આર્થિક પ્રગતિમાં તેમના આત્મવિશ્વાસ અને સ્વનિર્ભરતા વગેરેનાં મહિલામાં તેની અસરકારકતા કેવી છે? તે જણાવાના હેતુથી સંશોધકે આ સંશોધન અભ્યાસ હાથ ધરવામાં આવ્યું છે.