વંચિત જુથમાં પ્રારંભિક બાળસંભાળ અને વિકાસ
Abstract
બાળવિકાસ અને મનોવિજ્ઞાન તરફ જ્યારે દ્રષ્ટિકોણ કરીએ ત્યારે વિવિધ મનોવિજ્ઞાનીઓએ આ બાબતે પોતાના સંશોધનો દ્વારા પ્રકાશ પાડ્યો છે.જેમા ફ્રોઈડ, યુંગ,જીન પિયાજે એડલર, ઓલ્પોર્ટ, મેસ્લો,,એરોક્સન,હોર્ની જેવા કેટલાય મનોવિજ્ઞાનીઓએ બાળવિકાસ અને મનોવિજ્ઞાન સંબધિત કાર્ય કર્યું છે.જ્યારે બાળક જન્મે છે ત્યારથી માંડીને તે પુખ્ત ઉમરનું થાય ત્યાં સુધીમાં તેની જીવશક્તિ કેટલું પરિવર્તન પામે છે,કેટલી કક્ષાઓ વટાવે છે અને તેમાં કેટલું વિઘટન થવાની શક્યતા છે.તેની સમજૂતી તેની આ વિકાસ અવસ્થાઓ પરથી સમજાય છે. આ સંદર્ભે બાળવિકાસ બાબતે જીન પિયાજે ના વિચારો જોઈએ તો પિયાજેનો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત શૈશવથી તારુણ્યકાલ સુધીમાં બૌધિક વૃદ્ધિ-વિકાસ પર ભાર મુકે છે.પિયાજેના માટે બાળ માનસનું જગત પુખ્તવયના માનસ જગત કરતાં ભિન્ન છે.તે માને છે કે પુખ્ત વ્યક્તિની દુનિયા,વિષયની દ્રષ્ટિ,સમજ તેના વાતાવરણના અનુભવોનું સીધું પરિણામ નથી પરંતુ પોતાની તાર્કિક વિચારણા પર માનવી પોતાની દુનિયા રચે છે.આ તાર્કિત વિચારણા છેક શૈશવકાળથી ક્રમશ: તબક્કાવાર રચાય છે.પિયાજે બાળકના જન્મથી પંદર વર્ષ સુધી થતા બૌદ્ધિક વિકાસની ચાર અવસ્થાઓ ગણાવે છે.
Downloads
References
(૧) ડો. નનુભાઈ એસ દોંગા (૨૦૦૬) ‘શિક્ષણના મનોવૈજ્ઞાનિકો અને તેમના સિદ્ધાંતો’નિજ્જિન સાયકો સેન્ટર,રાજકોટ.
(૨) ડો. કુસુમબેન કે. ભટ્ટ (૧૯૯૬) ‘વ્યક્તિત્વના સિદ્ધાંતો’ યુનિવર્સીટી ગ્રંથનિર્માણ બોર્ડ અમદાવાદ.
(૩) ડો. બી. એ પરીખ (૨૦૦૧) ‘મનોવિજ્ઞાનના સંપ્રદાયો અને સિદ્ધાંતો’ યુનિવર્સીટી ગ્રંથનિર્માણ બોર્ડ અમદાવાદ.
(૪) ‘વિકિપીડીયા’ ઈન્ટરનેટ.