દેશ વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગે છે,2047 પછી ભારત હશે સર્વ ગુણ સંપન્ન
Abstract
દેશ વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગે છે,અમૃત કાળના અંત સુધી ભારત થઈ જશે સર્વગુણ સંપન્ન.હાલ સમય ઇતિહાસનું સર્જન કરવાનો છે,ઇતિહાસ રચવાનો સમય છે.આ એજ સમય છે ભારતને પ્રગતિના પંથે આગળ વધારવાનો જે આપણે આઝાદીના સમય ગાળામાં જોયો હતો.આઝાદી ની લડાઈ દરમિયાન સ્વદેશી આંદોલન હોય, દાંડી કૂચ હોય, જન જન સંકલ્પ બની ગયો હતો. દેશ માટે આજે એવા જ સંકલ્પ ની જરૂર વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે છે. વિકસિત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ બહું મોટો બની ગયો છે દેશનો દરેક બાળક ઈચ્છે છે કે આગામી 25 વર્ષમાં ભારત વિકાસશીલ રાષ્ટ્ર બની જાય. ભ્રષ્ટ્રાચાર ને રોકવા માટે ફાઈલિંગ પ્રક્રિયા ને સરળ અને પારદર્શક બનાવી પડશે. ટકાઉ અને સર્વ સમાવેશક શહેરીકરણ ની ખાતરી કરવા માટે શહેરી આયોજન પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન જરૂરી છે. આજે ભારત વિશ્વમાં પોતાની અલગ જ છાપ છોડી રહ્યો છે.ઝડપ થી બદલાતી ટેકનોલોજી એ સાબિત કર્યું છે. કે નવીનતા અને સંશોધન નક્કી કરશે કે 21 મી સદી કોની હશે?નવા ભારતનાં નિર્માણ માટે ટેકનોલોજી, કમ્યુનિકેશન, હેલ્થ ડિફેન્સ, સ્પેસ, ડ્રોન સસ્ટેનેબલ એનર્જી, રોબોટ્સ, ચીપ મેન્યુફેક્ચરિંગ, બાયોટેક, નેનોટેક્નોલોજી વગેરેની સાથે સાથે ફાર્મા સુપર કોમ્પુટર, સેમીકંડકટર અને હાઈડ્રોજન મિશન ડેવલપમેન્ટમાં જડપથી બદલાવ થતો રહે છે.