ગુજરાતી નવલકથા સાહિત્યમાં નારીવાદ
Abstract
આ લેખમાં ગુજરાતી નવલકથા સાહિત્યમાં નારીવાદ એ આંદોલનને કારણે નારીવાદી ગુજરાતી સાહિત્યના વ્યાપક ફલક પર વિસ્તરેલું જોવા મળે છે. એની સાથે તેની દૂરોગામી અસરો પણ પ્રગટાવનારું જોવા મળે છે. તેમ છતાં આપણા ગુજરાતી કથાસાહિત્યે સમાજમાં નારીચેતનાને પ્રજ્વલિત રાખવા પ્રશંસનીય પ્રયત્ન કર્યા છે.
આપણે જાણીએ છીએ કે સાહિત્ય સમાજનું સીધું પ્રતિબિંબ ઝીલે છે. એટલે કોઈપણ સ્થળકાળની સાહિત્ય કૃતિમાં નારીની છબિ જે તે સ્થળ કાળના સામાજિક માળખા પર નિર્ભર રહેવાની. ધર્મ, સંસ્કૃતિ અને સમાજ ત્રણેય પરિબળોએ નારીની છબિ સામાજિક છબિ, નિર્ધારિત કરવામાં મહત્તમ ફાળો આપ્યો છે. એ સર્વ સ્વીકૃત હકીકત છે. હંમેશા પુરુષોના સંદર્ભે જ ઓખળાતી આવેલી સ્ત્રીની સામાજિક પરિસ્થિતિમાં નારીવાદી આંદોલનોએ આમૂલ પરિવર્તન આણ્યું છે. સ્ત્રીના આ બદલાયેલી છબિને ઝીલવામાં સાહિત્ય કેટલે અંશે સફળ રહ્યું છે ? ભલે, નારી જાગરણ-ઉત્કર્ષની વાત ભારત સહિત વિશ્વના ઘણાં દેશોમાં ચર્ચા-વિચારણાનો વિષય બની ગયો હોય, પરંતુ એક વિચારધારા તરીકે નારીવાદને ઉગવા અંકુરિત થવા જેવી ધરતી અને તેને ખેડવા સક્ષમ વિચારકો તો અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સમાં જ મળ્યાં છે. નારીવાદનો સંબંધ જેટલો સાહિત્ય સાથે રહ્યો છે. એથી શતાધિક માત્રામાં માનવજીવન-સમાજ સાથે રહ્યો છે. માનવ જીવન સમાજ તો સહસ્ત્રાધિક વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. નારીવાદની ઉદ્ભવની ઘટના ૧૯-ર૦ મી સદીની છે માનવ જીવન સમાજમાં એવું તો શું બન્યું કે સહસ્ત્રાધિક વર્ષો પછી નારીવાદને અવતરવું પડ્યું.
Downloads
References
ગુજરાતી કથાસાહિત્યમાં નારીચેતના-હિમાંશી શેલત, આર.આર.શેઠ પ્રકાશન અમદાવાદ
‘શતરૂપા’ -સં. શરીફા વીજળીવાળા ગૂર્જર પ્રકાશન, અમદાવાદ
નારીવાદ વિભાવના અને વિમર્શ: સં. ઉર્વશી મનુપ્રસાદ પંડ્યા, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
શબ્દસૃષ્ટિ-સં. હર્ષદ ત્રિવેદી, વર્ષ : ર૭, એપ્રિલ-ર૦૧૦ સળંગ અંક-૩૧૯, અંકઃ૪