વિકસિત ભારતનાં નિર્માણમાં ભારતીય શિક્ષણનાં મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોની ભૂમિકા
Abstract
દરેક દેશની ઉન્નતી વિકાસ અને શ્રેષ્ઠતાનો મૂળ આધાર તેની આદર્શ શિક્ષણ વ્યવસ્થા ઉપર નિર્ભર છે. આ આદર્શ શિક્ષણ વ્યવસ્થાને કારણે જ ભારત વર્ષો સુધી વિશ્વનાં ‘મહાગુરુ' નું પદ શોભાવ્યું હતું. ભારત પોતાના જીવનના ઉષ:કાળથી જ જ્ઞાનની સાધનામાં રત રહ્યું છે. કદાચ એટલે જ તેનું નામ 'ભા' અર્થાત પ્રકાશ અર્થાત જ્ઞાન. અને ‘રત’ એટલે ‘ઉપાસના કરનાર’. આમ જ્ઞાનની ઉપાસના કરનાર તે ભારત એમ કહી શકાય. ભારતીય ઋષીઓએ એક એવી શિક્ષણ વ્યવસ્થા અને નીતિ ઉભી કરી કે જેના પરિણામે ભૌતિક અને આધ્યાત્મિક બંને ક્ષેત્રોમાં જ્ઞાનનો નવો આવિષ્કાર થયો. સમગ્ર વિશ્વના દાર્શનિકો અને વૈજ્ઞાનિકો તેના ઋણી રહેશે. નાલંદા,તક્ષશિલા, વલ્લભી વગેરે વિદ્યાપીઠો તેના ઉત્તમ ઉદાહરણો છે. દુર્ભાગ્યે આ આદર્શ શિક્ષણનીતિની મોગલકાળમાં અને અંગ્રેજોના કાળમાં ધોર ઉપેક્ષા થઇ, જેનું પરિણામ હજી આપણે ભોગવી રહ્યા છીએ. સદભાગ્યે ભારત સરકાર દ્વારા નવી શિક્ષણનીતિ તૈયાર કરી વર્ષ ૨૦૨૦ થી વિધિવત લાગુ પાડવામાં આવી છે. આ નવી શિક્ષણનીતિમાં પ્રાચીન ભારતની શિક્ષણનીતિના અને વર્તમાન સમયના આવશ્યક અને આધુનિક ખ્યાલોને સમાવવા નો ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે. આમ આ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પ્રાચીન અને અર્વાચીન શિક્ષણના મહત્વના પાસાઓ ને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. શિક્ષણમાં મુખ્યત્વે બે પાસાઓ મહત્વના હોય છે. આંતરિક પાસાઓ અને બાહ્ય પાસાઓ. રાષ્ટ્રીય શિક્ષણનીતિના આંતરિક પાસાઓમાં પ્રાચીન ભારતીય શિક્ષણના મહત્વના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો જોઈ શકાય છે.
Downloads
References
१) श्रद्धावान लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ।
ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति || - श्रीमद भगवद गीता ४/३९
२) ब्रह्मचारी ब्रह्म भ्राजद् बिभर्ति तस्मिन् देवा अधि विश्वे निषेदुः || - अथर्व. ११/५-२४
३) रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन्।
आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति ॥
प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते।
प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते ॥ - श्रीमद भगवद गीता :२/-६४-६५
४) इन्द्रियाणां हि चरतां यन्मनोऽनुविधीयते।
तदस्य हरति प्रज्ञां वायु वमिवाम्भसि ॥
तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः ।
इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ श्रीमद भगवद गीता :२/६७-६८
५) ભારતીય શિક્ષણનાં મૂળભૂતતત્વો : પેજ નં.૩૮
६) हिरण्मयेन पात्रेण सत्यस्या पिहितं मुखम ।
तत्त्वं पुश्न्नपावृणु सत्यधर्माय द्रष्टये || - ईशोपनिषद् – १५
७) વેદાન્તસાર સાધનચતુષ્ટય નિરૂપણ અંતર્ગત
८) श्रीमद भगवद गीता : २/५५-७२
९) પાતંજલ યોગસુત્ર
१०) योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय।
सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते।। श्रीमद भगवद गीता : २/४८
११) बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते।
तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् || - श्रीमद भगवद गीता : २/५०
१२) यमनियमासन प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाधयो अष्टावङगानी - योगसूत्र: २/२९