ગાંધી વિચાર: સાદગી, સ્વચ્છતા અને આરોગ્ય
Abstract
આજે વિશ્વ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે. કયાંક છતની તો વધારે પડતી અછતની સમસ્યાઓ છે. વિકસીત દેશોમાં લોકોને ભૌતિક જરૂરીયાતો સંતોષી શકે તેટલી આવક અને સાધનો છે. છતાં તેઓ સુખી નથી તો, ભારત અને તેના જેવા ત્રીજા વિશ્વના દેશો ભુખ અને ગરીબીથી પીડાય છે. યુગ પુરુષ મહાત્મા ગાંધીએ કેટલાક એવા ખ્યાલો રજૂ કર્યા છે, સત્ય, અહિંસા અને પ્રેમ–આ ત્રણ મુખ્ય સદ્દગુણોને જીવનનો ધ્યેયમંત્ર બનાવીને ગાંધીજીએ જીવનભર એનું પાલન કર્યું. તેમણે સ્વેચ્છાએ કેટલાક સદગુણોનું પાલન કરવાનું સ્વીકાર્ય અને સુચવ્યુ કે જે સૌના અને દેશના, ગરીબોના હિતમાં હોય.
ગાંધીજી સાદગી એટલે કે 'સાદું' જીવન અને ઉચ્ચ વિચાર' (Simple living and high thinking) માં માનતા હતા, અર્થશાસ્ત્રીઓ હંમેશા ઉંચુ જીવન ધોરણ કેમ પ્રાપ્ત કરવું તેની ચર્ચામાં જ રચ્યા પચ્યા રહે છે. તેનાથી વિરૂદ્ધ ગાંધીજી સાદું જીવન અને સ્વૈચ્છીક ગરીબીનાં ખ્યાલમાં માનતા હતા. તેમના મતે સાચા અર્થમાં સંસ્કૃતિ જરૂરિયાતો વધારવામાં નહિ પણ તેનાં સમજપૂર્વકનાં સ્વૈચ્છિક સંયમમાં રહી છે. તેમના મતે સૌ કોઇ પોતાને જોઇતો જ ઉપયોગ કરે તો કોઈ સમસ્યા નહી રહે. તેમજ માણસ જેમ જેમ જરૂરિયાત ઘટાડતો જશે તેમ તેમ સુખી થશે. વધુ જરૂરિયાત તો દુઃખ વધારનારી છે.
ગાંધીજી નીતિપ્રધાન માનવી, બ્રહ્મચર્ય, નૈતિકતા વગેરેનાં હિમાયતી હતા. આ અને આવા અનેક વિચારો દ્વારા સુદઢ સમાજનું નિર્માણ થાય તેવું ઇચ્છતા હતા. તેઓનું માનવુ હતુ કે તંદુરસ્ત માનવ કે જ તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકે. તેથી તેઓ કહે છે કે લોકોની તંદુરસ્તીનો આધાર તેમની આસપાસનું સ્વચ્છ વાતાવરણ ઘર, શેરીઓ અને સમગ્ર શહેર ઉપર રહેલો છે. તેથી તંદુરસ્ત સમાજના ઘડતર માટે પ્રત્યેક માનવીએ સ્વચ્છતાનો આગ્રહ રાખવો જોઇએ. તેઓ વધુમાં ઉમેરે છે કે 'સાધન અને સાધ્ય વચ્ચે સીધો સંબંધ છે. જેવુ બી વાવીએ તેવુ લણીએ, તેવી જ રીતે જેવા સાધનો વાપરીએ તેવી જ સિદ્ધિ પ્રાપ્ત થાય. આ સંદર્ભમાં ગાંધીજીના સાદગી, સ્વચ્છતા અને આરોગ્ય અંગેના વિચારો, એ વિચારો પાછળની ભૂમિકા અને તેની વર્તમાન સ્થિતિમાં યથાર્થતા વિષે પ્રસ્તુત પેપરમાં ચર્ચા કરવામાં આવી છે.
Downloads
References
(1) દેસાઈ જીતેન્દ્ર ઠા., (2017). “ગાંધી બાપુ”, નવ જીવન પ્રકાશન-અમદાવાદ.
(2) ચતુર્વેદી. ઉષા એ.,(2004). “વિરલ અર્થશાસ્ત્રી ગાંધીજી”, યજ્ઞ પ્રકાશન-વડોદરા .
(3) મશરૂવાળા કિશોરલાલ જી., “ગાંધી વિચાર દોહન”, નવ જીવન પ્રકાશન મંદિર-અમદાવાદ.
(4) પ્રભુ આર.કે અને રાવ યુ.આર., “મહાત્મા ગાંધીના વિચારો”, નેશનલ બુક ટ્રસ્ટ-ઈન્ડીયા.
(5) પારેખ નગીનદાસ, “ગાંધીજી કેટલાક સ્વાધ્યાય લેખો”, ગુજરટી સાહિત્ય પરિષદ-અમદાવાદ .
(6) ચતુર્વેદી. ઉષા એ “મેનેજમેન્ટના મસીહા મહાત્મા ગાંધીજી”, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય-અમદાવાદ.
(7) પટેલ રાજેશ. “મહાત્મા ગાંધી કે આર્થિક સોચ એવં વિચાર”, રાવત પ્રકાશન-ન્યુ દિલ્હી અમદાવાદ.