ગુજરાત માં ઔધોગિક સ્થળાંતરિત શ્રમિકોની આર્થિક સ્થિતિનો અભ્યાસ

Authors

  • PRAGNA PARMAR

Abstract

ભારતની કુલ નિકાસ મામલે ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે. વર્ષ ૨૦૧૮-૨૦૧૯માં દુનિયાના કુલ ૨૧૭ દશોમાં ૪.૭૧ લાખ કરોડ રૂપિયાની નિકાસ થઇ છે. પેટ્રોલિયમ પ્રોડક્ટસની નીકાશમાં ગુજરાત ૩૯% હિસ્સા સાથે દેશમાં પ્રથમ સ્થાને છે, ઓર્ગેનિક કેમિકલની નીકાશમાં ગુજરાત ૫૩% હિસ્સા સાથે પ્રથમ છે. આ ઉપરાંત ગુજરાત પ્લાસ્ટિક રો મટિરિયલ્સ, કૃષિ રસાયણ ક્ષેત્રે પણ દેશભરમાં પ્રથમ સ્થાને છે. બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદન બાબતે પણ ૨૦૧૭-૧૮માં પણ પ્રથમ સ્થાને હતું. તેમજ ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. તેથી સ્થળાંતરનું પ્રમાણ વધુ જોવા મળે છે. ગુજરાતમાં અલગ અલગ સ્થળેથી થતાં સ્થળાંતરિત વસ્તીનો ૧૯૯૧ થી ૨૦૦૧ સુધીમાં મોટા પાયે વધારો જોવા મળેલ છે. અને સ્થળાંતરિત શ્રમિકોની આર્થિક પરિસ્થિતિ નબળી જોવા મળેલ છે. તેમજ ૧૯૯૧ થી ૨૦૦૧ દરમિયાન વિદેશમાંથી થતા સ્થળાંતરમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળતો નથી.

Downloads

Download data is not yet available.

References

• ઉચાટ.ડી.એ. (૨૦૧૨), શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર, સાહિત્ય VIDHYAYANA મુદ્રણાલય, અમદાવાદ.

• ગરસર વિશ્વા એસ(૨૦૧૭), “ગુજરાત રાજ્યના વસ્તીના વલણો અને તેના આર્થિક સૂચિતાર્થો (૧૯૯૧-૨૦૧૧)", સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ.

• હાંડા પ્રવીણ (૨૦૧૮), “ગુજરાત રાજ્યમાં આદિવાસી સ્થળાંતર વસ્તી ગણતરીના આકડાનું વિશ્લેષણ"

• Statistical Abstract of Gujarat State 2017

• Industries Commissionerate, Udhyog bhavan, gandhinagar, 2014.

• ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ, ઉદ્યોગ ભવન, ગાંધીનગર, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૦.

Additional Files

Published

10-05-2020

How to Cite

PRAGNA PARMAR. (2020). ગુજરાત માં ઔધોગિક સ્થળાંતરિત શ્રમિકોની આર્થિક સ્થિતિનો અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 5(5). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1354