ભારતમાં ૧૯૯૧ના કર સુધારા - એક સંક્ષિપ્ત અભ્યાસ
Abstract
ભારત જેવા વિકાસમાન દેશોમાં કરવેરા એ જાહેર આવકનું સૌથી મહત્વનું સાધન છે અને રાજકોષીય નીતિનું એક મહત્વનું અંગ છે. એક બાજુએ તે સરકારની આવક વધારવામાં અને બીજી બાજુએ આર્થિક અને સામાજિક નીતિના હેતુઓ ચરિતાર્થ કરવામાં તે મહત્વની ભૂમિકા અદા કરે છે. બ્રિટીશ અમલના સમય દરમિયાન ભારતની કરવ્યવસ્થા રૂઢીચુસ્ત, બિન આયોજિત અને ીયમાન હતી એટલું જ નહિ પરંતુ કર માળખા વસ્તીના અલ્પ ભાગને જ સ્પર્શતું હતું તથા રાષ્ટ્રીય આવકમાં પણ કરની આવકનો હિસ્સો ન ગણ્યો હતો. સરકારે તે વખતે કરમાળખાને પ્રગતિશીલ બનાવવા માટેના કોઈ પ્રયાસો હાથ ધર્યા ન હતા. પરંતુ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ અને તેમાય વિશેષ કરીને આયોજનકાળ દરમિયાન ભારતના કરમાળખામાં આમૂલ ફેરફાર કરી તેને વિકાસમાન અર્થ તંત્રની જરૂરીયાતોને અનુરૂપ બનાવવાના પ્રયાસ કરવામાં આવે છે.