રાજકોટ શહેરના ઓટોમોબાઇલ સહાયક એકમોનું આર્થિક વિશ્લેષણ
Abstract
સૌરાષ્ટ્રમાં સૌથી મહત્વના શહેર તરીકે રાજકોટને જોવામાં આવે છે. રાજકોટ શહેરએ વિકસિત શહેર છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો રાજકોટ એટલું જ મહત્વનું સ્થાન ધરાવે છે અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લો ખુબજ મહત્વ ધરાવે છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ ઓધોગિક રીતે મહત્વનું સ્થાન ધરાવે છે. રાજકોટ શહેરની આસપાસ મુખ્યત્વે એન્જિનિયરિંગ ઉદ્યોગ, ઓટોમોબાઇલ સહાયક ઉદ્યોગ, ફાઉન્ડ્રી, આઇ.ટી વગેરે જેવા ઉધોગો મોટા પ્રમાણમાં જોવા મળે છે. રાજકોટ શહેરને ઓટોમોબાઇલ સહાયક ઉદ્યોગ માટે ખૂબ જ મહત્વનું સ્થળ માનવામાં આવે છે.
રાજકોટમાં ઓટોમોબાઇલ સહાયક ઉદ્યોગ માટે પૂરતા પ્રમાણમાં કાચોમાલ, આંતરમાળખાકીય સુવિધાઓ, પૂરતા પ્રમાણમાં કુશળ શ્રમિકો તેમજ પૂરતા પ્રમાણમાં ઔધોગીક વસાહતો વગેરે જેવા પરિબળોને કારણે રાજકોટમાં ઓટોમોબાઇલ સહાયક ઉદ્યોગોનો ખૂબ જ વિકાસ થયો છે.