બાળમજૂરી એક અભિશાપ
Abstract
બાળપણ એ જીવનમા એક જ વખત મળતો સમય છે. જે ખુબ મહત્વનો,આનદનો અને મનુષ્યના સર્વાંગી વિકાસનો અશ છે. જયારે વાસ્તવિકતા એ છે કે બહુ જ ઓછા બાળકો સાચા અને ખરા અર્થમાં બાળપણ માણી શકવા માટે ભાગ્યશાળી હોય છે.
ગરીબ માતા પિતા તેમના સતાનોને કેળવણી, શિક્ષણ આપવા માટે અસક્ષમ હોય છે. પરિસ્થિતી એવી વિકટ હોય છે કે, તે પોતાના બાળકોના શિક્ષણ વિશે વિચારીજ ન શકે, સતાનોની ભણવાની ઈચ્છા હોવા છતા મા-બાપ તેમને કુટુંબની આવક વધારવા મજૂરી કાર્ય માટે મજબૂર બનાવતા હોય છે.
આજે બાળકોને સાજના સમયના રમત-ગમતના મેદાનમા અને સવારના સમયમાં શાળાના બદલે મજૂરી કરતા જોઇએ છીએ ત્યારે આપણને પ્રતીતિ થવી જોઈએ કે આપણે આ મૂલ્યવાન ભાળસપતિનો મજૂરી દ્વારા હાસ કરી રહયા છીએ.