ઉના તાલુકાના ધોરણ - 7ના વિદ્યાર્થીઓ પર દુરવર્તી શિક્ષણકાર્યની અસરકારકતાનો અભ્યાસ

Authors

  • Monika H. Gosai

Abstract

પ્રસ્તુત સંશોધન ધોરણના વિદ્યાર્થીઓ પર દૂરવર્તી શિક્ષણકાર્યની અસરકારકતાનો અભ્યાસ કરવાના હેતુથી કરવામાં આવેલ છે. સંશોધનમાં માર્ગદર્શન માટે તમામ પ્રકારના સાહિત્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત સંશોધનમાં વ્યાપવિશ્વ તરીકે જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૭ માં વર્ષ ૨૦૧૧-૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાચીઓને લેવામાં આવેલ હતા.” ઉપકરણ તરીકે પ્રમાણિત સિદ્ધિ કસોટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં જીસીઈઆરટી- ગાંધીનગર દ્વારા પ્રમાણિત વિષય સિદ્ધિ કોટીની રચના કરી અને આપવામાં આવી હતી.નમૂના પસંદગીમાં જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં ધોરણ-9માં અભ્યાસ કરતાં વર્ષ ૨૦૧૧-૧૨ના વિદ્યાર્થીઓને નમૂના તરીકે પસંદ ર્યા હતા જેમાં કુલ ૬ શાળાઓ પસંદ કરી હતી જેમાં કુલ ૧૨૦ વિદ્યાર્થીઓ હતા. ઘોરણ-૭ના વિદ્યાર્થીઓ માટે દૂરવર્તી શિક્ષણકાર્યની અસરકારકતા ચકાસવાનું કાર્ય કરવાનું થતું હોય જેના માટે અભ્યાસકે પ્રાયોગિક પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. પ્રસ્તુત અભ્યાસમાં ઉના તાલુકાની પ્રાથમિક શાળાના ધોરણ-૭માં દૂરવર્તી શિક્ષણકાર્ય મેળવતા કુલ ૬૦ વિદ્યાર્થીઓ અને દૂરવર્તી શિક્ષણકાર્ય ન મેળવતી શાળાના કુલ ૬૦ વિદ્યાર્થીઓ પાસેથી ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયની જીસીઈઆરટી દ્વારા આપવામાં આવેલ પ્રમાણિત સિદ્ધિ કસોટી દ્વારા વિષય પ્રમાણે કસોટી લઈને માહિતીનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત સંશોધનમાં ત્રણય વિષય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયની સિદ્ધિ કસોટીની મદદથી મેળવેલ પ્રાપ્તાંકો મેળવવા માં આવેલ હતા. આ રીતે મેળવેલ પ્રાપ્તાંકોને કમ્પ્યુટર પ્રોગ્રામ એકસેલમાં ડેટા ફાઈલ તૈયાર કરીહતી. આ ડેટા પરથી દરેક જૂથ માટે વિવિધ વર્ણનાત્મક અંકશાસ્ત્રીય માપોની ગણતરી કરી હતી. પાત્રોની સંખ્યા, ત્રણેય વિષયમાં મેળવેલ પ્રાપ્તાંકો, સરાસરી, પ્રમાણ વિચલન અને ટી વેલ્યુ શોધવામાં આવી હતી. સંશોધનના મહત્વના તારણોમાં એવું જોવા મળ્યું હતું કે ધોરણ-૭માં ગશ્ચિત વિષયમાં દૂરવર્તી શિક્ષણકાર્ય મેળવતી શાળાના વિદ્યાર્થીઓ અને દૂરવર્તી શિક્ષણકાર્ય ન મેળવતી શાળાના વિદ્યાર્થીઓની વચ્ચે ચોકક્સ તફાવત જોવા મળ્યો હતો જેમાં દૂરવર્તી શિક્ષણકાર્ય અસરકારક નિવડયું હતું જયારે વિજ્ઞાન અને અંગ્રેજી વિષયમાં દૂરવર્તી શિક્ષણકાર્ય મેળવતી શાળાના વિદ્યાર્થીઓ અને દૂરવર્તી શિક્ષણકાર્ય ન મેળવતી શાળાના વિદ્યાર્થીઓની વચ્ચે ચોકકસ તફાવત જોવા મળ્યો ન હતો જેમાં દૂરવર્તી શિક્ષણ કાર્ય અને સામાન્ય શિક્ષણ કાર્ય બન્ને સમાન જોવા મળેલ હતું.

Downloads

Download data is not yet available.

References

ડાયેટ(૨૦૦૫). સી. આર. સી. કશાએ એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન – ૨૦૦૫-૦૬. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ.

વ્યાસ, એમ. (૨૦૦૫). કમ્પ્યુટર સહાયિત પરીક્ષણ કાર્યક્રમની સંરચના અને અજમાયશ. અપ્રકાશિત એમ. એડ. લઘુશોધ નિબંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શિક્ષણશાસ્ત્ર ભવન, રાજકોટ.

Bhutak,(2004) Development And Try-out of Computer Aided Language Learning (CALL) Package for Teaching of Action Verbs in English Language Unpblished Dissertation, Saurashtra University, Rajkot

Dangar, BG (2003) Development and Effectiveness of Computer Aided Instruction (CAI) Programme for Teaching Subject English at Primary Level (Guj), Japblished Dissertation, Saurashtra University. Rajkot

Hirani, /T' (2003), Development and Effectiveness of Computer Aided Instruction (CAI) Programme in Teaching Subject Science of Secondary School Level 9Guj). Unpblished Dissertation, Saurashtra University, Rajkot

પાથેય(૨૦૧૧-૧૨). ગાંધીનગરઃ ગુજરાત શૈક્ષાર્થિક સંશોધન અને તાલીમ પરિષદ

શાહ ડી.બી. (૨૦૦૪), શૈક્ષણિક ઔર અનુસંધાન દિલ્હઃિ મેકમિલન કંપની ઓફ ઈન્ડીયા લિમીટેડ.

ઉચાટ.ડી.એ. (૨૦૦૯), શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર, રાજકોટઃ નિજિજન સાયકો સેન્ટર,

Additional Files

Published

10-06-2018

How to Cite

Monika H. Gosai. (2018). ઉના તાલુકાના ધોરણ - 7ના વિદ્યાર્થીઓ પર દુરવર્તી શિક્ષણકાર્યની અસરકારકતાનો અભ્યાસ . Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 3(6). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1115