ગુજરાતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો તથા તેની કાર્યપદ્ધતિઓ

Authors

  • Prashant Kothari

Abstract

પ્રાચીન કાળથી માનવીની મુખ્ય ત્રણ જરૂરિયાતો કેન્દ્ર સ્થાને રહી છે અને તે છે અન્ન, વસ્ત્ર તથા આવાસ. જઠરાગ્નિ શાંત કરવા આદિ માનવે શિકાર, ફળફૂલ, કંદમૂળ અને કાચા અન્નનો આશ્રય લીધો. જંગલો અને ગુફાઓ સદીઓ સુધી તેનું આશ્રય સ્થાન રહી. તેનો મોટો ભાગ ખોરાકની શોધમાં જ વ્યતિત થતો રહ્યો. ત્યાર પછી ક્રમિક રીતે ભટકતું જીવન ગુજારતા માનવના સ્થિર થવાના પ્રયત્ન શરૂ થાય છે. આદિ માનવથી આજના કહેવાતા સુસંસ્કૃત આધુનિક  માનવ હવે અંતરીક્ષ માનવે પોતાની જરૂરિયાતો ખેતીમાં શોધવાનો પ્રયત્ન કર્યો. તે પૂર્ણ કરવામાં સદીઓથી કૃષિનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

18મી સદીની શરૂઆત સુધીમાં કૃષિ તકનીકોનું અમલીકરણ કરવામાં આવ્યું. દાણાના  જથ્થા અને વાવેતરના છોડની પસંદગી કરવામાં આવી. જમીનના પ્રત્યેક એકમ પ્રમાણે ઉપજમાં ખાસ્સો વધારો થયો. 19મી સદીના અંત ભાગમાં અને 20મી સદીમાં યાંત્રિકરણમાં અને વિશેષ રૂપે ટ્રેકટરના આગમન સાથે ખેતીનું કામ ખૂબ ઝડપથી કરવાનું શકય બન્યું, જે અગાઉના વર્ષોમાં અશકય હતું. કૃષિની તાંત્રિકતાએ મોટું પરિવર્તન આણ્યું. આ શોધોને લીધે યુનાઇટેડ સ્ટેટ, ઈઝરાયલ, જર્મની, આર્જેન્ટિના અને કેટલાક અન્ય વિકસિત રાષ્ટ્રોના ચોક્કસ આધુનિક ખેતરોની કાર્યક્ષમતામાં વધારો થયો, જમીનની એકમદીઠ ઉત્પાદન શકિત વધી, ઉચ્ચ ગુણવત્તા યુકત પેદાશો અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો. અલબત્ત ઉત્પાદન વાસ્તવિક મર્યાદા સુધી પહોંચ્યું.

Downloads

Download data is not yet available.

References

• તાજપરા, ડૉ. એમ. એમ. (2015). કૃષિવિજ્ઞાન કેન્દ્ર: ગુજરાતના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો તથા તેના મુખ્ય ઉદેશો અને કાર્ય પદ્ધતિઓ. Retrieval on 11-07-2023 from http://surl.li/lbwbw

• Patel, R., & Konkani, K. M. (2022). વ્યવસાયિક તાલીમો થકી મહિલાઓનું સશક્તિકરણ એક અભ્યાસ (વલસાડ જીલ્લાના સંદર્ભમાં). Towards Excellence, 14(4).

• Chauhan, Dr Nikulsinh M. (2013). Management of Krishi Vigyan Kendras. New Delhi: Biotech Books

• Chhodvadia, H. C., Joshi, N. S., Bariya, M. K., & Parakhia, A. M. (2016). Impact of Krishi Vigyan Kendra in Amreli District of Gujarat State. International Journal of Agriculture Sciences.

• Samanta, R. K. and Maravalalu Jauaregowda Chandre Gowda (2002). Krishi Vigyan Kendra: The Capacity Builder of Farmers. Mumbai: Maravalalu Jauaregowda Chandre Gowda

• Tale, N. N., & Bhatt, M. R. (2022). Relationship between profile characteristics of Krishi Vigyan Kendras scientists and their role perception.

• Tunvar, M. A., Patel, A. J., & Prajapati, V. V. (2017). Impact of Front–line demonstration on groundnut conducted by Krishi Vigyan Kendra, Deesa. In Gujrat Journal of Extension Education (Special Issue on National Seminar): 56-58

Additional Files

Published

10-08-2023

How to Cite

Prashant Kothari. (2023). ગુજરાતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો તથા તેની કાર્યપદ્ધતિઓ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(1). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1005