નિમ્ન પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકોના મૂલ્યોનો તુલનાત્મક અભ્યાસ

Authors

  • Patel pragneshkumar Pkpatel Education

Abstract

સમાજમાં જોવા મળતી નિયમબદ્ધતા સમાજની આગવી ઓળખ છે. જે સમાજમાં નિયમો અને મર્યાદાઓનું પાલન ઉત્તમ રીતે થાય છે તે જ તેની સંસ્કૃતિ છે અને તે જ સમાજનું પ્રાણતત્ત્વ મૂલ્ય છે. મૂલ્ય વગર સમાજ કે સંસ્કૃતિનું કોઈ અસ્તિત્વ સંભવ નથી. વ્યક્તિના સામુદાયિક મૂલ્યલક્ષી વ્યવહારો જ સમાજ કે સંસ્કૃતિની સાચી ઓળખ છે. મહાન ચિંતક પ્લેટોએ માનવજીવનને મૂલ્યપેક્ષી મૂલ્યની અપેક્ષાવાળું માન્યું છે.

દરેક વ્યક્તિએ ધર્મથી, ન્યાયનીતિથી શિસ્તમાં રહીને પ્રામાણિકતાથી અર્થનું ઉપાર્જન કરવું જોઈએ. આવી રીતે પ્રાપ્ત કરેલ ધનનો ઉપયોગ પણ ધર્મ, ન્યાય-નીતિ અને પ્રામાણિકતાથી કરવો જોઈએ. ભૌતિક સુખ સગવડો અને ભોગવિલાસનો ત્યાગ કરીને પ્રજાની સુખાકારી માટે ધનનો ઉપયોગ કરવો જોઈએ. આર્થિક ઉત્પાદકતા મૂલ્યની પ્રાપ્તિ ભૌતિક અને અભૌતિક બંને પ્રકારની હોઈ શકે છે અને એ સંદર્ભમાં કરવા યોગ્ય પ્રવૃત્તિઓને આ ગુણ સાથે જોડી ઉત્પાદક પ્રવૃત્તિ કરવી આર્થિક મૂલ્ય છે.

વર્તમાન સમયમાં સમાજના વિવિધ પડકાર અને ધબકાર સાથે સમાજ જીવનમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે સાથે સમાજમાં મૂલ્યોનું સ્થાપન અતિ મહત્ત્વની બાબત છે. માહિતી અને તકનિકીના પ્રવર્તનમાં યુગમાં છેલ્લા ઘણા વર્ષોથી મૂલ્યોનાં અધ:પતનનો પ્રશ્ન ભારત સહિત દુનિયાના ઘણા વિચારકોને સતાવી રહ્યો છે. પરંતુ વ્યક્તિમાં સહકાર, સામાજિક ન્યાય, સહિષ્ણુતા, સમભાવ, માનવતા જેવા સામાજિક ગુણોમાં ઘટાડો થતો જોવા મળ્યો છે. ત્યારે જીવનમાં ખંડરોનું આવલંબન શોધવા આવા વિદ્યાર્થીઓના જીવનમૂલ્યોની માવજત માટે જીવન ઘડતર-ચણતર માટે શિક્ષણ સંસ્થા અને શિક્ષકો ઉપર બહુ મોટી જવાબદારી વહન કરવાની ઘડી આવી ચૂકી છે. શિક્ષક સમાજનો સર્જક છે. પ્રશ્ન ઉદભવે શું કરવું? પ્રત્યુત્તર અપાય છે મૂલ્ય સુગ્રથિત શિક્ષક પ્રવર્તમાન યુગમાં જ્ઞાનનો વિસ્ફોટ ચોપેરે ક્ષિતિજોમાં વિસ્તરાઈ રહ્યો છે.   

વ્યક્તિની બુદ્ધિ શક્તિ અને ઉપાર્જન ક્ષમતા તેના જીવનના વિવિધ સ્તરે તેને આત્મસન્માન અને આત્મનિર્ભરતા બક્ષે છે. સમગ્ર પૃથ્વી પર મનુષ્ય સૌથી બુદ્ધિશાળી પ્રાણી ગણવામાં આવે છે. મનુષ્ય કેવું વર્તન અને વ્યવહાર કરશે   તેનો આધાર તેની બુદ્ધિશક્તિની સાથે-સાથે તેનામાં રહેલ મૂલ્યો પર પણ વધુ આધારિત છે, મૂલ્યો વ્યક્તિએ-વ્યક્તિએ અલગ-અલગ પ્રમાણમાં ગર્ભિત હોય છે જે તેની રહેણી-કરણી અને વાતાવરણ પર આધારિત હોય છે. જે વ્યક્તિને સારા-ખોટા નિર્ણયો સાથે એક સંસ્કારી અને આદર્શ વિશ્વના નિર્માણ માટે વ્યક્તિમાં સામાજિક મૂલ્યોની સમજ અને આચરણ આવશ્યક લેખાય છે તે માટેનું માધ્યમ શિક્ષણ જ છે.

શિક્ષકોનું મૂલ્યો સભર વ્યક્તિત્વ સમાજમાં મૂલ્યોનાં વહન માટે આવશ્યક છે. નવી શિક્ષણનીતિ શિક્ષકોને ‘આપણા સમાજના સૌથી મહત્ત્વપૂર્ણ સભ્યો’ અને ‘પરિવર્તનના મશાલચી’ તરીકે રજૂ કરે છે ત્યારે ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન આપવાનાં કોઈપણ પ્રયત્નોની સફળતા શિક્ષકની ગુણવત્તા પર આધારિત છે. સમાજ ઘડતરના પાયાનું કાર્ય કરતાં પ્રાથમિક શિક્ષણની     શરૂઆતથી જ બાળકોમાં આર્થિક બાબતોનું મહત્ત્વ સમજાય જેથી તે શિક્ષણની ઉપયોગિતા સમજી શકે આ માટે શિક્ષણ પ્રક્રિયામાં શિક્ષકો દ્વારા આમૂલ પરિવર્તન પોતાના આચરણ અને મૂલ્યો થકી જ શક્ય છે.

Downloads

Download data is not yet available.

References

ઉચાટ, ડી.એ. (2004). સંશોધનની વિશિષ્ટ પદ્ધતિઓ. રાજકોટ : શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

જોષી, હરિપ્રસાદ. (1998). મૂલ્યશિક્ષણ. રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

દેશમુખ, સીતારામ. (2013). મૂલ્યશિક્ષણ. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ.

પટેલ, આર.એસ. (2008). શૈક્ષણિક સંશોધન માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ, અમદાવાદ : જય પ્રકાશન.

શુક્લ, એસ. એસ. (2017). એક્સેલ અને મુદત વિશ્લેષણ. અમદાવાદ : ક્ષિતિ પ્રકાશન.

Additional Files

Published

30-06-2021

How to Cite

Pkpatel, P. pragneshkumar. (2021). નિમ્ન પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકોના મૂલ્યોનો તુલનાત્મક અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 6(6). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/562