ગુજરાત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) નો વિશ્લેષણાત્મક અભ્યાસ
Keywords:
પ્રધાનમંત્રી આવાસ યોજના,, PMAY,, CLSS,, કલ્યાણલક્ષી યોજના,, ડીજીટલ ઇન્ડિયાAbstract
વિશ્વના ફલક પર પ્રાચીન કાળથી જ ભારત હંમેશને માટે પોતાની આગવી વિશિષ્ટતા ના કારણે આકર્ષણનું અને ચર્ચાનું કેન્દ્રબિંદુ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિ પહેલેથી જ વ્યક્તિ અને વ્યક્તિત્વ ના અર્થમાં વિચારશીલ રહી છે. ‘વસુધૈવ કુટુમ્બકમ’ થી લઈને ડીજીટલ ઇન્ડિયા તરફની યાત્રા માં અર્થતંત્ર એ મહત્વનો ભાગ ભજવે છે. તેના દરેક પાસા દર્શાવે છે કે દેશના તમામ નાગરિકોને જીવન જરૂરિયાતની બધી જ આવશ્યકતાઓ ફળીભૂત થવી જોઈએ અને તેથી જ દેશની અને રાજ્યની તમામ સરકાર જનકલ્યાણના કાર્યક્રમો અને યોજનાઓ હાથ ધરે છે.
ભારતમાં અંદાજે ૭ કરોડ જેટલા લોકો પાસે રહેવા માટે પોતાનું ઘર નથી, અને તેથી જ સરકારની કલ્યાણલક્ષી યોજનાઓ માં જે આગળની હરોળમાં કહી શકાય તેવી યોજનામાં પ્રધાનમંત્રી આવાસ યોજના એ મોખરાનું સ્થાન ધરાવે છે. પ્રધાનમંત્રીશ્રી ની એવી નિષ્ઠા છે કે જે કામ છેલ્લા ૭ દશકામાં નથી થયું તેને આવનારા ૭ થી ૮ વર્ષોમાં પૂર્ણ કરવું છે અને દરેક માનવને ઘરનું ઘર મળે તે ઉચ્ચ હેતુથી ૨૫ જૂન, વર્ષ ૨૦૧૫માં પ્રધાનમંત્રી આવાસ યોજના ની શરૂઆત કરવામાં આવી.