બી.એડ. ના પ્રશિક્ષણાર્થીઓના ઇન્ટર્નશિપ કાર્યક્રમ અંગેના અભિપ્રાયો: એક અભ્યાસ

Authors

  • Dr. Urmila G. Gameet

Keywords:

બી.એડ., પ્રશિક્ષણાર્થીઓ, ઇન્ટર્નશિપ, અભિપ્રાયો, અભ્યાસ

Abstract

એકવીસમી સદીની હરણફાળ વિકાસયાત્રામાં સતત પરિવર્તન પામતી અને બદલાતી  પરિસ્થિતિ સાથે કદમ મિલાવવા, શિક્ષણના નૂતન પ્રવાહોની જાણકારી માટે તથા શિક્ષણમાં આવતા નવાચારની સાથે શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે શિક્ષણમાં પણ સમયાંતરે પરિવર્તનો થતાં રહે છે. આવો જ એક બદલાવ એટલે બી.એડ. ના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ ઇન્ટર્નશિપ કાર્યક્રમ. એન.સી.ટી.ઈ.સૂચિત ભલામણો ૨૦૧૪ અંતર્ગત બી.એડ.ના અભ્યાસક્રમના ભાગરૂપે પ્રશિક્ષણાર્થીઓ અસરકારક શિક્ષણ નિર્માણ પ્રક્રિયામાંથી પસાર થઈ સઘન અધ્યયન - અધ્યાપન અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓના અનુભવો વાસ્તવિક પરિસ્થિતિમાં પ્રાપ્ત કરે તે ઉદ્દેશથી બી.એડ્. માં  ઇન્ટર્નશિપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

ઇન્ટર્નશીપ કાર્યક્રમ દરમિયાન પ્રશિક્ષણાર્થીઓ સેવારત શિક્ષકની જેમ શાળામાં સંપૂર્ણ સમય કાર્યાન્વિત થઈ વૈવિધ્યપૂર્ણ શાળાકીય અનુભવો પ્રાપ્ત કરી, ગુણવત્તાયુક્ત, ઉમદા શિક્ષક બને તે જરૂરી છે. આવા શાળાના પ્રત્યક્ષ અનુભવોનો અને અધ્યયનનો સેતુ સાધી વાસ્તવિક શિક્ષણ જગતમાં અસરકારક શિક્ષક સ્વરૂપે કાર્યરત થાય ત્યારે જ શિક્ષણમાં ગુણવત્તા આવી શકે. આમ સતત પરિવર્તન થઇ રહેલા આજના યુગમાં ભાવિ શિક્ષકો પોતાનાં વ્યાવસાયિક ક્ષેત્રમાં જોડાયા બાદ કુશળતાપૂર્વક અધ્યાપનકાર્ય કરી શકે તે માટે વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં  ઇન્ટર્નશિપ કાર્યક્રમ એ આગવું સ્થાન ધરાવે છે.

આમ ઇન્ટર્નશિપ કાર્યક્રમ સાથે જેઓ ખરેખર જોડાયેલ હતા અને શૈક્ષણિક વર્ષ 2021-22 માં જે પ્રશિક્ષણાર્થીઓએ ઇન્ટર્નશિપ કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો, એવા બી.એડ. ના પ્રશિક્ષણાર્થીઓ ઇન્ટર્નશિપ કાર્યક્રમ અંગે શું માને છે તે જાણવા માટે સંશોધકે પ્રસ્તુત સંશોધનકાર્ય હાથ ધર્યું હતું. ઇન્ટર્નશિપ કાર્યક્રમ સાથે જોડાયેલ પ્રશિક્ષણાર્થીઓ પાસેથી માહિતી મેળવવા માટે  મુક્ત જવાબી પ્રશ્નાવલિની રચના કરવામાં આવી હતી. નિદર્શ પાસેથી મળેલ માહિતી ગુણાત્મક સ્વરૂપમાં હોવાથી માહિતીનું  સામાન્યકરણ  દ્વારા અર્થઘટન અને તારણો તારવવામાં આવ્યાં હતા.

Downloads

Download data is not yet available.

References

● ઉચાટ, ડી. એ., (૧૯૯૭). સામાજિક શાસ્ત્રોમાં સંશોધન સમસ્યા પસંદગીના સૈદ્ધાંતિક અને વ્યવહારુ આધારો, રાજકોટ : પારસ પ્રકાશન.

● દેસાઈ, એસ. જી અને દેસાઈ. કે. જી.,(૧૯૯૨). સંશોધન પદ્ધતિઓ અને પ્રવિધિઓ. યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ,ગુજરાત રાજ્ય,અમદાવાદ.

● પારેખ, ભગવાનલાલ. ઉ. અને ત્રિવેદી, મનુભાઈ (૧૯૯૪). શિક્ષણમાં આંકડાશાસ્ત્ર, યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ.

● શાહ, વી.પી, (૧૯૯૪), સંશોધન અહેવાલ લેખન, અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.

● રાવલ, બી. આઇ., (2003), દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બી.એડ્. કોલેજોના તાલીમાંર્થીઓને નડતી સમસ્યાઓનો અભ્યાસ.( એમ.એડ્. લઘુશોધ નિબંધ)સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી.

● રાવલ, બી. આઇ., (2009), વિધ્યાભરતી ગુજરાત પ્રદેશમાં શિક્ષણ પ્રશિક્ષણ :એક સર્વગ્રાહી સમીક્ષાત્મક અભ્યાસ. (એમ.એડ્. લઘુશોધ નિબંધ) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી.

● રાવલ, બી. આઇ., (2019), બી.એડ. દ્વિ-વાર્ષિક અભ્યાસક્રમમાં ઇન્ટર્નશિપ કાર્યક્રમને અસરકારક બનાવવાની વ્યૂહરચનાઓ. શિક્ષણ દર્શન જર્નલ, બરોડા.

Additional Files

Published

10-08-2022

How to Cite

Dr. Urmila G. Gameet. (2022). બી.એડ. ના પ્રશિક્ષણાર્થીઓના ઇન્ટર્નશિપ કાર્યક્રમ અંગેના અભિપ્રાયો: એક અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 8(1). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/2044