જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા માનવીની ભવાઇમાં નિરૂપિત ભારતીય સમાજ

Authors

  • Rohit Geetaben Mavjibhai

Abstract

ભારતીય સાહિત્યસંસ્કારના વૃક્ષને અંકૂરિત, પલ્લવિત, પુષ્પિત અને સુરભિત કરવામાં ભારતીય જ્ઞાનપીઠ સંસ્થાનો અમૂલ્ય ફાળો રહેલો છે. સ્વ. ઉદ્યોગપતિ સાહુ શાંતિપ્રસાદ જૈન દ્વારા વારાણસીમાં ઈ.સ.૧૯૪૪માં ફેબ્રુઆરીની ૧૮મી તારીખે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. ૧૯૪૪માં વારાણસીમાં ભરાયેલ અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદના અધિવેશનમાં દેશભરના વિદ્વાનો એકત્ર થયા હતા. ત્યારે ભારતની પ્રાચ્યવિદ્યાની વિવિધ શાખાઓમાં સંશોધન-સંપાદન, ભાષાંતર, સંગ્રહ અને પ્રકાશનની આવશ્યકતાઓને અનુરૂપ સુવિધા મળે તે હેતુથી કેન્દ્રિય અને રાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરવા વિશે ચર્ચા-વિચારણા કરીને. સૂચિત યોજનાની રૂપરેખા પ્રસ્તાવિત કરવામાં આવી. ફળસ્વરૂપ ‘ભારતીય જ્ઞાનપીઠ’ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય ‘પ્રાચીન ભારતીય ગ્રંથોનું સંશોધન સંપાદન અને પ્રકાશન કરવું. તેમજ સમકાલીન ભારતીય ભાષાના મૌલિક સર્જનાત્મક વાડ્‌મયને લોકભોગ્ય તેમજ લોકોદય માટે ઉત્તેજન આપવું. આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે ભારતીય જ્ઞાનપીઠની સ્થાપના કરવામાં આવી છે. સ્વ.શાંતિપ્રસાદ જૈનના વિદૂષી પત્ની સ્વ. રમા જૈન આ સંસ્થામાં સહયોગ આપવાની ભાવનાથી જ્ઞાનપીઠના પ્રથમ અધ્યક્ષ થયાં હતાં. આ પદ પર તેઓ ઈ.સ.૧૯૭પ સુધી આસિક્ત રહ્યાં હતાં.

Downloads

Download data is not yet available.

References

૧. જ્ઞાનપીઠ અને ગુજરાતી સર્જકો-ગૂજરાત વિદ્યાપીઠ.

ર. માનવીની ભવાઇ- ઉમાશંકર જોશી.

૩. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (ગ્રંથ-પ ઈ.૧૮૯પ-૧૯૩પ)ગુજરાતી સાહિત્ય પરિષદ.

૪. ગૂજરાતી સાહિત્યનો ઇતિહાસ-પ્રસાદ બ્રહ્મભટ્ટ.

Additional Files

Published

10-04-2024

How to Cite

Rohit Geetaben Mavjibhai. (2024). જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા માનવીની ભવાઇમાં નિરૂપિત ભારતીય સમાજ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(5). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1858