આધુનિક યુગમાં માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીની ભૂમિકા

Authors

  • GOHIL CHETAN S.

Abstract

20મી સદીના ઉત્તરાર્ધમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે કલ્પનાતીત સંશોધનો થયાં. જેનાથી સમગ્ર માનવ પ્રભાવિત થયું. માહિતી ટેકનોલોજી અને પ્રકાશન ક્ષેત્રના આવિષ્કારે દરેક ક્ષેત્રમાં પરિવર્તન આણ્યું તેથી ગ્રંથાલય અને માહિતી કેન્દ્રો પણ માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીના આગમનથી ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોની વિધિ-વિધાનમાં પરિવર્તન આવ્યા છે. વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રે થઈ રહેલા સતત આમૂલ પરિવર્તન પામતી ગ્રંથાલય પ્રત્યાયન અને પ્રૌદ્યોગિક પદ્ધતિ પ્રસ્ય છે. વિકાસને કારણે સમાજનો સામાજિક અને આર્થિક વિકાસ યથોયિત થયો છે. પરિણામે પ્રકાશન ક્ષેત્રે પણ સતત વૃદ્ધિ થયા કરે છે. આમ નવી માહિતીનું સર્જન સતત સિધ્રાતિશીઘ્ર અને વિપુલ પ્રમાણમાં થયા જ છે. આ પરિસ્થિતિ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે આભારી છે. કોમ્પ્યુટરની શોધથી અદ્યતન વિકાસ દ્વારા વૃદ્ધિ પામતી માહિતીના વ્યવસ્થિકરણની વ્યવહારિક પ્રક્રિયાને સરળકરવાની આશા જન્મી છે. આમ કરવટ બદલતી ગ્રંથાલયલક્ષી સેવાઓમાં કોમ્પ્યુટરના ઉપયોગથી માહિતીનો સંગ્રહ અને પુનઃ પ્રાપ્તિની પ્રક્રિયામાં સરળતા તથા સતત ગતિશીલતા આવી છે. આજના વિકસતા યુગમાં ગ્રંથાલયલક્ષી અને પ્રાદ્યોગિક ટેકનોલોજી ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોના કાર્યોમાં સવ મહત્વનો ભાગ ભજવે છે.

Downloads

Download data is not yet available.

References

(1) પ્રજાપતી, મણીભાઈ. એકવીસમી સદીમાં ગ્રંથાલયોનું ભાવિ પૃષ્ઠ:-48-51.

(2) પારેખ યોગેશ આર., ગુજરાત ગ્રંથાલય સેવા સંઘ - 2008, પૃષ્ઠ:- 112

(3) પટેલ નિલેશ એ. ગુજરાત ગ્રંથાલય સેવા સંઘ - 2008,18:- 116.

Additional Files

Published

10-05-2020

How to Cite

GOHIL CHETAN S. (2020). આધુનિક યુગમાં માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીની ભૂમિકા. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 5(5). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1359