જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના દ્વિતીય વર્ષ પીટીસીની શૈક્ષણિક સિદ્ધિનો અભ્યાસ

Authors

  • Monika H. Gosai

Abstract

પૂર્વે થયેલા સંબંધિત સંશોધનોની સમીક્ષા આ સંશોધન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના દ્વિતીય વર્ષ પીટીસીની શૈક્ષણિક સિદ્ધિનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના દ્વિતીય વર્ષ પીટીસીના વર્ષ ૨૦૧૦- ૨૦૧૧ થી ૨૦૧૪– ૨૦૧૫ સુધીના પાંચ વર્ષની શૈક્ષણિક સિદ્ધિનો અભ્યાસ કરવાન હેતુથી કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાની સરકારી પીટીસી કોલેજમાં દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતી વિ ર્થીઓ એ પ્રસ્તુત અભ્યાસનો વ્યાપવિશ્વ અને તેમાંથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પીટીસીના દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતી વિ ીનીઓને નમૂના તરીકે પસંદ કરેલ હતાં. વર્ષ ૨૦૧૦-૧૧ થી ૨૦૧૪-૧૫ સુધીમાં અભ્યાસ કરેલ કુલ ૨૧૪ વિ ાર્થીનીઓની શૈક્ષાણિક સિદ્ધિનો પ્રસ્તુત સંશોધનમાં અભ્યાસ કર્યો હતો.પ્રસ્તુત અભ્યાસમાં વર્ણનાત્મક સંશોધન પદ્ધતિ અંતર્ગત સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. એકત્ર માહિતીનું પૃથકકરણ આંકડાશાસ્ત્રીય ગણતરી જેવી કે મધ્યક, મધ્યસ્થ, બહુલક, પ્રમાણ વિચલન, વિષમતા અને કદતા શોધવામાં આવી હતી. સંશોધનના મહત્વના તારણોમાં એવું જાણવા મળ્યુ કે ૨૦૧૪-૧૫ના વર્ષમાં શૈક્ષણિક સિદ્ધિનું સરેરાશ મૂલ્ય અન્ય વર્ષની તુલનામાં સૌથી વધુ જણાય છે. પીટીસીમાં અભ્યાસ કરનાર વિાર્થીની સંખ્યામાં સતત ઘટાડો થતો જોવા મળ્યો હતો.

Downloads

Download data is not yet available.

References

પટેલ અરવિંદ આર.(૧૯૯૨), સાબરકાંઠા જિલ્લાના ઉતર બુનિયાદી વિદ્યાલયોના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓનાં (૧૯૮૭ થી ૧૯૯૧) સુધીના વાર્ષિક અને પ્રિલીમીનરી પરીક્ષાના પરિણમોનું અંકશાસ્ત્રીય પૃથકરણ (અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠ,એમ.એડ., અપ્રકાશિત લઘુશોધ નિબંધ)

ર૫લ મેહુલભાઈ એન.(૨૦૦૪), ખેડા જિલ્લાની માધ્યમિક શાળાઓમાં લેવાયેલા ગણિત અને વિજ્ઞાનની નિદાન કરોટી અને પ્રથમ સત્રાંત કસોટીના પરિણામોનો તુલનાત્મક અભ્યાસ (અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી,એમ.એડ., અપ્રકાશિત ઘુશોધ નિબંધ)

ઉપાધ્યાય ભદ્રેશભાઈ કે.(૨૦૦૫),મોડાસા તાલુકાની ઉતરબુનિયાદી માધ્યમિક શાળોનાં છેલ્લા પાંચ વર્ષના એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓનાં પરિણામોનો વિવેચનાત્મક અભ્યારા ( (અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠ,એમ.એડ., અપ્રકાશિત લઘુશોધ નિબંધ)

અસ્મિતાબેન સેવરાજભાઈ (૨૦૦૬), ગુજરાત મધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વરા ૨૦૦૫માં લેવાયેલ ધોરણ-૧૦ની પરીક્ષામાં પાસ થયેલ વિક્લાંગ વિદ્યાર્થીઓનાં પરિણામોનો અભ્યાસ (અમદાદઃ ગુજરાત વિદ્યાપીઠ એમ.એડ. અપ્રકાશિત લઘુશોધ નિબંધ)

Additional Files

Published

10-08-2018

How to Cite

Monika H. Gosai. (2018). જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના દ્વિતીય વર્ષ પીટીસીની શૈક્ષણિક સિદ્ધિનો અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 4(1). Retrieved from https://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1188