છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓની ગુજરાતી વિષયની શૈક્ષણિક સિદ્ધિ
Abstract
પ્રસ્તુત અભ્યાસમાં છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓની ગુજરાતી વિષયની શૈક્ષણિક સિદ્ધિ માપવામાં આવી હતી. આ માટે શિક્ષક રચિત કસોટીનો ઉપકરણ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપકરણની મદદથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ સંબંધિત માહિતી મેળવવામાં આવી હતી. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ સાથે સંબંધિત જાતીયતા ચલની શૈક્ષણિક સિદ્ધિ પર અસર તપાસવામાં આવી હતી. શૈક્ષણિક સિદ્ધિ પર જાતીયતા ચલની અસર જાણવા માટે અંકશાસ્ત્રીય પદ્ધતિ ટી–કસોટીનો ઉપયોગ કરવામા આવ્યો હતો. પ્રસ્તુત અભ્યાસના તારણો આ મુજબ હતું : છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓની ગુજરાતી વિષયની શૈક્ષણિક સિદ્ધિ પર જાતીયતાની અસર જોવા મળી હતી એટલે કે શૈક્ષણિક સિદ્ધિની બાબતમાં સમાન ન હતા.