પંચમહાભૂત પરબ્રહ્મથી ઉપન્યા બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે
Abstract
પંચમહાભૂત પરબ્રહ્મથી ઉપન્યા
અણુ અણુમાં રહ્યા તેને વળગી
ફૂલ ને ફળ તે તો વૃક્ષના જાણવા
થડ થકી ડાળખી ન હોય અળગી
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે
બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે…
નરસિંહ મહેતાની રચના આજે ટકોરા દઈ રહી હતી. આ પંક્તિઓનો સૂક્ષ્મ અર્થ સમજતા ધ્યાનમાં આવે કે ઉપનિષદોના પાંચ મહાવાક્યોનો ગૂઢાર્થ સમજ્યા પછી જ આવું ઉત્તમ તત્વલક્ષી ભજન-પ્રભાતિયું નરસિંહ મહેતા દ્વારા લખાઈ શક્યું હશે. આપણે બધા જાગતા સૂતેલાં ઊંઘણશીઓ માટે કવિઓ અને સંતો તો આવા કેટલાય પદો અને કવિતાઓ દ્વારા પોતાનું કર્મ સુપેરે પાર પાડી રહ્યા છે. પણ આપણને જ પ્રકૃતિ સાથે લય પામીને આ ભવ સુધારવાની દાનત જ લાગતી નથી.