ગીર ગઢડા તાલુકો – ગ્રામ્ય વિસ્તાર સંઘર્ષ અને સફળતા
Abstract
ગ્રામ્ય જીવન અદભુત હોય છે, પ્રકૃતિનો ખોળો હોય છે. જળ, જંગલ અને પહાડોની સુંદરતા ગ્રામ્ય જીવનને ભવ્ય બનાવે છે, આરોગ્ય અને તંદુરસ્તી પ્રકૃતિ વરદાન કરે છે, આવો જ વિસ્તાર જ્યા જળ, જંગલ, પહાડો, વન્ય સંપદાથી ભરપુર, જંગલી પ્રાકૃતિક વન્ય પ્રાણી જીવનથી ભરપુર, મોર,કોયલ અને પંખીઓના સુમધુર ટહુકા અને ગીતોથી ગુંજતો વિસ્તાર એટલે ગીર સોમનાથ જીલ્લાનો ગઢડા તાલુકો! આ તાલુકામાં પ્રવેશતા જ જળ સમૃધ્ધ નદીઓ – રૂપાળા કાંઠા વાળી, સારસ – સારસીના જોડા દ્વારા શોભતા, નદીઓના કાંઠા, ક્યારેય ન સુકાય તેવા નદીઓના વહેણ અને નદીના કાંઠા પરના મંદિરો, શિવાલયો વગેરેના ઘંટારવથી ગુંજતું સવાર – સાંજનું સુવાતાવરણ_ વન, વારી, બાગ-બગીચા, એશિયાટીક ગૌરવ એવાં સિંહ, એવાં વૈવિધ્યપૂર્ણ સંપદા તરબતર આ ગીર ગઢડા તાલુકો કદાચ સૌરાષ્ટ્રનો સંપૂર્ણ રીતે સમૃધ્ધ અને પ્રાકૃતિક સુંદરતાનું ઉતમ ઉદાહરણ છે.