નર્મદા જિલ્લાના પ્રેમ લગ્ન અને આયોજિત લગ્ન કરેલ દંપતીઓના માનસિક સ્વાથ્યનો અભ્યાસ
Keywords:
નર્મદા જિલ્લો, પ્રેમ લગ્ન, આયોજિત લગ્ન, દંપતીઓ, માનસિક સ્વાથ્યAbstract
નર્મદા જિલ્લાનું ક્ષેત્રફળ 2,755 ચો. કિ.મી. છે. આ જિલ્લામાં મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ અને વનાચ્છાદિત છે. અહીં કેવડિયા ખાતે આવેલ સરદાર સરોવર (નર્મદા યોજના) આપણા દેશની મહત્વની બહુહેતુક યોજના છે, જે પૈકી સિંચાઇ અને વીજ ઉત્પાદન મુખ્ય હેતુઓ છે. આ ઉપરાંત આ જિલ્લાની બીજી મહત્વની કરજણ નદી પર પણ મોટો બંધ બાંધવામાં આવેલો છે. આ જિલ્લાની રચના 2 ઓક્ટોબર 1997ના રોજ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના તિલકવાડા અને ભરૂચ જિલ્લાના નાંદોડ, ડેડીયાપાડા અને સાગબારા દ્વારા નવો નર્મદા જિલ્લો રચવામાં આવ્યો હતો. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નર્મદા જિલ્લાની વસ્તી 5,90,379 વ્યક્તિઓની છે, જેમાંથી 10.44% લોકો શહેરી વિસ્તારમાં રહેતા હતા. જિલ્લામાં નાંદોદ, ડેડીયાપાડા, તિલકવાડા, સાગબારા, ગરૂડેશ્વર તાલુકાઓ આવેલ છે. પ્રસ્તુત અભ્યાસમાં પ્રેમ લગ્ન અને આયોજિત લગ્ન કરેલ દંપતીઓના માનસિક સ્વાથ્યનો અભ્યાસ કરવા માટે નર્મદા જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તાર માં માનસિક સ્વાથ્ય વચ્ચે કોઈ તફાવત છે કે નહિ તેની ચકાસણી કરવાનો છે. પ્રસ્તુત અભ્યાસના હેતુ ને ધ્યાન માં રાખી ને શહેર અને ગ્રામ્ય વિસ્તાર ને નિદર્શ તરીકે કરવામાં આવી હતી. જેમાંથી કુલ 120 પરિણીત પુરુષ અને સ્ત્રીઓની પસંદગી નિદર્શ તરીકે કરવામાં આવી છે. જેમાંથી 60 પ્રેમ લગ્ન કરેલ યુગલ અને 60 આયોજિત લગ્ન કરેલ યુગલમાથી 30 સ્ત્રીઓ અને 30 પુરુષો દ્વારા પ્રાપ્ત જવાબો પરથી તારણો પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
Downloads
References
• Batabyal, A. A., & Beladi, H. (2002). Arranged or love marriage? That is the question. Applied Economics Letters, 9(13), 893-897.
• Gupta, G. R. (1976). Love, arranged marriage, and the Indian social structure. Journal of Comparative Family Studies, 7(1), 75-85.
• Gupta, G. R. (1976). Love, arranged marriage, and the Indian social structure. Journal of Comparative Family Studies, 7(1), 75-85.
• Kiecolt-Glaser, J. K., Bane, C., Glaser, R., & Malarkey, W. B. (2003). Love, marriage, and divorce: newlyweds' stress hormones foreshadow relationship changes. Journal of consulting and clinical psychology, 71(1), 176.
• Rustomji-Kerns, R. (1995). Arranged Marriage.
• Wallerstein, J. (2019). The good marriage: How and why love lasts. Plunkett Lake Press.
• Wexman, V. W. (1993). Creating the couple: Love, marriage, and Hollywood performance. Princeton University Press.