ઉચ્ચ શિક્ષિત યુવતીઓમાં કાનૂની જાગૃતતા અને અમલીકરણ
Abstract
આઝાદીના સાડા સાત દાયકા પછી પણ આપણા દેશમાં મહિલાઓની રાજકીય ભાગીદારી 10% જેટલી પણ નથી. 1910ની સલામાં કેપનહેગનમાં ભરાયેલા આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનમાં 8 માર્ચના દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું અને યુએન દ્વારા તેને બહાલી પણ મળી. ત્યારથી એટલે કે છેલ્લી એક સદીથી 8 માર્ચનો દિવસ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાતો આવ્યો છે. મોટા ભાગના લોકો માને છે કે નારીવાદની શરૂઆત નારીઓ દ્વારા થઈ પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે નારીવાદનો આવિર્ભાવ કોઈ સ્ત્રી દ્વારા નહીં, પરંતુ એક પુરુષ દ્વારા કરવામાં આવ્યો હતો. અઢારમી સદીમાં ઇંગ્લેન્ડમાં રાણી વિક્ટોરિયાના દરબારના એક દરબારી જેમ્સ સ્ટુઅર્ટ મિલ દ્વારા સૌપ્રથમ વાર નારી અધિકારોની માંગ રજૂ થઈ. તેમણે સ્ત્રીશિક્ષણ, સ્ત્રોઓના મતાધિકાર અને વારસાહક્કની હિમાયત કરી, જે બધાથી ઇંગ્લેન્ડની અને દુનિયાભરની સ્ત્રીઓ તે સમયે વંચિત હતી! નવાઈની વાત એ છે કે નારી હોવા છતાં, રાણી વિક્ટોરિયા નારીઓને પુરુષસમાન અધિકારો મળવા જોઈએ એ વાત સાથે સંમત ન હતા. જેમ્સ મિલને નારીઅધિકારો અંગેના બિલને પસાર કરાવવા માટે રીતસરનું આંદોલન છેડવું પડેલું.
Downloads
References
• રાવલ ચંદ્રિકા, - જેન્ડર અને સમાજ, પાર્શ્વ પબ્લીકેશન, અમદાવાદ-2010
• શાહ એ.જી અને દવે જે.કે. – સ્ત્રીઓ અને સમાજ, અનડા પ્રકાશન, અમદાવાદ-2006
• बाबेल बसंती लाल – महिला एवं बाल कानून, सेंट्रल लॉ एजेंसी-2017
• ओझा सुरेश, - महिला कानून, सर्जन प्रकाशन, बीकानेर-2019
• Internet – women related low in India.