ગાંધીજી અને દારૂબંધી

Authors

  • Dr. Sandipgiri Mahendragiri Goswami

Keywords:

મહાત્મા ગાંધી, ગાંધીજી, દારૂ, દારૂબંધી, મહાત્મા ગાંધીની ભૂમિકા

Abstract

સ્થાપના સમયથી જ ગુજરાતમાં દારૂબંધીની નીતિ અમલમાં છે, જેના પર સમયાંતરે ચર્ચા થતી રહી છે, છતાં સ્થાપનાનાં 60 વર્ષ બાદ પણ તે યથાવત્ છે. આજે કેટલાક વર્ગનું માનવું છે કે રાજ્યમાં દારૂબંધીની નીતિને હળવી કાઢવાનો સમય આવી ગયો છે, જ્યારે અન્યોનું માનવું છે કે તેના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવામાં મદદ મળે છે એટલે તેને જાળવી રાખવી જોઈએ. સમાજશાસ્ત્રી વિદ્યુત જોષીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું : "ગુજરાતમાં પ્રૉહિબિશનની નીતિ અંગ્રેજ શાસનકાળ દરમિયાન લાગુ થઈ હતી. એ પહેલાં દક્ષિણ ગુજરાતમાં લોકો તાડી અને ચોખામાંથી દારૂ બનાવતા હતા. આદિવાસી વિસ્તારમાં મહુડામાંથી દારૂ બનાવવામાં આવતો હતો (ટીમ બીબીસી)."

1939માં ગાંધીજીએ બૉમ્બે સરકાર પાસે દારૂબંધીનો અમલ કરાવવાની ફરજ પાડી હતી ત્યારે કેટલાક પારસીઓએ તેનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે એમ કરવાથી ધાર્મિક અધિકારોનો ભંગ થાય છે અને તેમણે ગાંધીજી પર 'વંશીય ભેદભાવ'ના આરોપ પણ મૂક્યા હતા. જોષી માને છે કે ગુજરાતમાં દારૂબંધીની નીતિની સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે. ગુજરાતમાં બિયર, તાડી તથા નીરો ઉપરાંત જે આલ્કોહોલિક પીણામાં નશાનું પ્રમાણ 10 ટકા હોય તેમને નિયંત્રણમાંથી મુક્ત કરવા જોઈએ (Rumbarger, J. J. 1989). જ્યારે આ દારૂ અને દારૂબંધી વિષે ગાંધીજીના વિચારો અને પ્રયાસો તપાસવા પર પ્રસ્તુત શોધપત્ર તૈયાર કરવામાં આવ્યું છે.

Downloads

Download data is not yet available.

References

• કાપડિયા, એન. (2022). માનસિકતા, સ્વચ્છતા અને ગાંધીજી. Towards Excellence, 14(3).

• ગાંધી, મોહનદાસ કરમચંદ (2014). સત્યના પ્રયોગો: આત્મકથા, અમદાવાદ: નવજીવન પ્રકાશન

• જગોડીયા, એચ. જી. (2021). ગાંધી વિચાર: સાદગી, સ્વચ્છતા અને આરોગ્ય. Vidhyayana-An International Multidisciplinary Peer-Reviewed E-Journal-ISSN 2454-8596, 7(2).

• ટીમ બીબીસી ગુજરાતી (2021), પ્રોહિબિશન વિરુદ્ધ પ્રાઇવસી: એ દલીલો જે ગુજરાતમાં દારૂબંધી હઠાવી લેવાની પિટિશનનો આધાર બની. retrieval 24-10-2023 from https://www.bbc.com/gujarati/india-58340026

• પરમાર, કુમારપાળ (2021). મહત્મા ગાંધીની ભારતીય ટપાલ-ટિકિટોનું ઐતિહાસિક મહત્વ (1948-2018). અમદાવાદ: સાબરમતી યુનિવર્સિટી

• મીડિયા, અબતક (2019). દારૂબંધીનું ગુજરાત ‘છાટો-પાણી’માં બિહાર કરતા પણ આગળ ! retrieval 24-10-2023 from https://www.abtakmedia.com/the-liquor-baron-gujarat-is-ahead-of-bihars-shade-water/

• Dills, A. K., Jacobson, M., & Miron, J. A. (2005). The effect of alcohol prohibition on alcohol consumption: evidence from drunkenness arrests. Economics Letters, 86(2), 279-284.

• Rumbarger, J. J. (1989). Profits, Power, and Prohibition: American Alcohol Reform and the Industrializing of America, 1800-1930. SUNY Press.

Additional Files

Published

30-10-2023

How to Cite

Dr. Sandipgiri Mahendragiri Goswami. (2023). ગાંધીજી અને દારૂબંધી. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si1). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1479