ધોરણ 10ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ અને વ્યવસાય પંસદગીનો અભ્યાસ
Abstract
દરેક વિદ્યાર્થીને પોતાના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા હોય તે સ્વાભાવિક છે. ઘણા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાને શું બનવું છે, તેની યોજનાઓ પણ મનમાં ને મનમાં તૈયાર કરતા હોય છે. દરેકની ઊંચી અપેક્ષા હોય તે સ્વાભાવિક છે. પરંતુ તેમની અપેક્ષા પ્રમાણેની લાયકાત, ગુણવત્તા શૈક્ષણિક સિદ્ધિ વગેરે તેનામાં છે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે?
સંશોધક ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાન શીખવાડે છે. જયારે અનૌપચારિક રીતે ચર્ચા થાય ત્યારે વિદ્યાર્થીઓને તેઓએ ભવિષ્યમાં શું બનવું છે, તેની ચર્ચા કરતા હોય છે. ઘણી વખત વિદ્યાર્થી ખૂબ ઊંચા સપના સેવતો હોય પરંતુ તેની શૈક્ષણિક સિદ્ધિમર્યાદિત જણાતી હોય તેવું માલુમ પડ્યું. વિદ્યાર્થીઓમાં રહેલી શૈક્ષણિક સિદ્ધિ અને તેની આકાંક્ષાઓ વચ્ચે કોઈ સંબંધ છેકે કેમ તે તપાસવા માટે પ્રસ્તુત સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.
Downloads
References
• ઉચાટ ડી. એ. (2000), સંશોધન વિશિષ્ટ પદ્ધતિઓ. રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત રાજ્ય.
• દેસાઈ એમ. જી અને દેસાઈ કે. જી. (1992). સંશોધન પદ્ધતિઓ અને પ્રવિધિ પાંચમી આવૃત્તિ, અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
• શાહ, ડી. બી. (2005). શૈક્ષણિક સંશોધન. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
• શાહ ડો. દિપીકા ભદ્રેશ (2004). શૈક્ષણિક સંશોધન. પ્રથમ આવૃત્તિ. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.