અમદાવાદ જિલ્લામાં વ્યવસાય કરતા મુસ્લિમ પુરુષોની સામાજિક સ્થિતિ
Keywords:
મુસ્લિમ, પુરુષ, અમદાવાદ, સામાજિક સ્થિતિ, સામાજિક સંશોધનAbstract
વ્યવસાય એટલે માણસ દ્વારા કોઇપણ પ્રકારનું કાર્ય કરી તેના બદલામાં મહેનતાણું મેળવવું. માનવીને પોતાનું જીવન ચલાવવા માટે પૈસાની જરુરીયાત પડે છે. આ પૈસા માનવીએ કોઇ પણ કાર્ય કરીને કમાવા પડે છે. આ કાર્ય વેપાર, ધંધો, નોકરી, ખેતી, મજુરી વગેરે ક્ષેત્રમાં કરવામાં આવે છે. જ્યારે શહેરી વ્યવસાયમાં કિરાણા સ્ટોર, દૂકાન, પાન પાર્લર, અન્ય વ્યવસાયો જોવા મળે છે. ભારતનું માંચેસ્ટર કેહવાતું અમદાવાદ શહેર ઉદ્યોગ-ધંધા માટે સમૃદ્ધ માનવામાં આવે છે. અહી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી લગભગ દરેક ધર્મના લોકો વસે છે. પ્રસ્તુત સંશોધન શરુ કરવા પૂર્વે સાહિત્યિક સમીક્ષા પરથી જાણવા મળ્યું કે સામાજિક સ્થિતિ વિષય પર મોટા ભાગ સંશોધનો સ્ત્રીઓ પર વધુ જોવા મળ્યા, જ્યારે પુરુષો પણ સામાજિક સમસ્યાઓથી પીડાતા હોય છે. તેઓની સામાજિક સ્થિતિ સારી, ખરાબ હોઈ શકે છે. તેથી સંશોધન પોતે જે ધર્મમાંથી આવે છે તે એટલે કે મુસ્લિમ ધર્મના પુરુષોની સામાજિક સ્થિતિનો અભ્યાસ કરવા અમદાવાદ શહેરમાંથી 480 નમૂનાઓ લેવામાં આવ્યા છે અને તે પરથી મુસ્લિમ પુરુષોની સામાજિક સ્થિતિ તપાસવાનો ઉમદ પ્રયાસ કરવામાં આવ્યો છે.
Downloads
References
• પરમાર, ડૉ. કુમારપાળ અને ડૉ. જગદીશ કે. રણોદરા (2023). શૈક્ષણિક સંશોધનનો પરિચય. અમદાવાદ: અક્ષર પ્રકાશન
• Makwana, K. P. (2023). વ્યવસાય કરતી સ્ત્રીઓની સામાજિક સમસ્યાઓ (અમદાવાદ જિલ્લાના અમરાઈવાડી વિસ્તારના સંદર્ભમાં). Vidhyayana-An International Multidisciplinary Peer-Reviewed E-Journal-ISSN 2454-8596, 8(6).
• De, A. (2016). Spatialisation of selves: Religion and liveable spaces among Hindus and Muslims in the walled city of Ahmedabad, India. City, Culture and Society, 7(3), 149-154.
• Ewing, K. P. (2008). Stolen honor: stigmatizing Muslim men in Berlin. Stanford University Press.
• John, Goodwin (2018). Men's Work and Male Lives Men and Work in Britain, UK: Routledge
• Ode, Dr. Dilip A. Mr. Jigeshkumar D. Chauhan, Sruthi S. (2021). Multidisciplinary Subjects for Research-IV. Vol-1. New Delhi: RED'SHINE Publication. Pvt. Ltd.
• Rotaru, Tudor-Mtefan (2015). Work and men’s health: how to lead a happier life as a working man, Unpublished Research Paper