ડેડીયાપાડા તાલુકામાં આદિવાસી મહિલાઓની આત્મનિર્ભરતામાં આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)ની ભૂમિકાનો એક અભ્યાસ
Abstract
સ્ત્રી એ ભગવાને બનાવેલી સુંદર રચનાઓ માની એક અપ્રતિમ રચના છે. નારી વગર તો આ સમાજની કલ્પના પણ ના થઈ શકે, જો નારી ના હોય તો પુરુષનો જન્મ જ શક્ય નથી. નારી એ તો ઘર, પરિવાર અને સમાજનું એક અભિન્ન અંગ હોવાની સાથે સાથે સૌનું ગૌરવ પણ છે. સદીઓથી નારી “માં” ના સર્વોચ્ચ સ્થાન પર બિરાજે છે અને હંમેશા તેનું સ્થાન સર્વોચ્ચ જ રહેશે કારણ કે, સમાજના દરેક પુરુષો અભણ કે અભદ્ર નથી, ઘણા પુરુષો એવા છે જે સ્ત્રીઓના સન્માન, તેમની ગરિમા, તેમની લાગણી તેમજ તેમના સન્માનની કદર કરે છે અને તેમને એક ઉંચ્ચો દરજ્જો પ્રદાન કરે છે. સમાજના આવાજ બહાદુર અને સમજુ લોકો સ્ત્રીઓને પુરુષ સમોવડી બનાવવામાં અને પુરુષના ખભા સાથે ખભો મેળવીને આગળ વધવામાં મદદ કરે છે.પ્રવર્તમાન સમયમાં દેશ જયારે પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છેત્યારે વિકાસનું એક નવુજ દર્શન થાય છે. શિક્ષણ, આરોગ્ય, અવકાશ, સાંસ્કૃતિક, રમત-ગમત, ટેકનોલોજી, ધાર્મિક, રાજકિય ઉચ્ચ વ્યવસાય વગેરે ક્ષેત્રોમાં પુરૂષની સાથે સ્ત્રીઓએ પણ પોતાની ભાગીદારી નોંધાવી રહી છેઅને પુરૂષ કરતા પણ ચઢિયાતુ પ્રદર્શન બતાવી રહી છે.
Downloads
References
શ્રી ભાગ્યવાન સોલંકી,આગાખાન સંસ્થા દ્વારા આદિવાસી મહિલાઓનું સશક્તિકરણનો અભ્યાસ. સંશોધનપત્ર, E-KCG જર્નલ, ડિસે-2019.
આગાખાન સંસ્થાની માર્ગદર્શક પુસ્તિકા-2011, અમદાવાદ
www.akarpi.org