કોરોના કાળ બાદ ધોરણ-11 ના વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયાના અતિરેકથી અભ્યાસ અને વાંચન પ્રત્યેની અરુચિ દૂર કરવાના ઉપાયો સંદર્ભે અભ્યાસ

Authors

  • Mukti Chinmay Patel

Abstract

કોરોના કાળમાં વિદ્યાર્થીઓના શિક્ષણમાં સાતત્ય જળવાય રહે અને અભ્યાસથી વિમુખ  ન બને એ હેતુથી વિદ્યાર્થીના હિતમાં ઓનલાઇન શિક્ષણનો પ્રકલ્પ અપનાવવામાં આવ્યો. જેમાં શિક્ષણ સાથે સોશિયલ મીડિયા આડપેદાશ રૂપે મળી જેની આડઅસરનો વિદ્યાર્થીઓ સૌથી વધુ ભોગ બની રહ્યા છે.પાઠ્યપુસ્તકને પીડીએફ રૂપે જોવા ટેવાય ગયેલા વિદ્યાર્થીઓના મગજમાં પાઠ્યપુસ્તક અને ઈ-કન્ટેન્ટ વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું છે.પાઠ્યપુસ્તકરૂપી હાર્ડવેર અને ઈ-કન્ટેન્ટ સોફ્ટવેરમાંથી વર્ગખંડમાં લાભદાયી યોગ્ય વિકલ્પની પસંદગી કરી સોશિયલ મીડિયાના હાનિકારક તત્વોથી દૂર રહેવાનો વિવેક જાળવી શકે એ દિશાસૂચક કાર્ય દ્વારા અભ્યાસ અને વાંચન તરફ રુચિ કેળવવી પડશે .

પહેલી નજરે કંટાળાજનક લાગતી વાચન પ્રવૃત્તિ સૌથી રસપ્રદ પ્રવૃત્તિઓમાંની એક છે.વિદ્યાર્થીઓમાં વાચનની આદતને પ્રેરિત કરવા શાળા સમય બાદ મોબાઈલ અને સોશિયલ મીડિયાનો વિવેકપૂર્વક ઉપયોગ, રીસેસ કે પ્રોક્ષી તાસમાં ફાજલ સમયનો વાચનમાં ઉપયોગ કરતાં થાય.વાચન અને પાઠયપુસ્તક તરફ રુચિ વધતા શૈક્ષણિક પરિણામમાં સુધારો લાવી શકાય ,રમત ગમતમાં ભાગીદારી વધે,  વાંચનના વિષયો ગમતા થાય, વિદ્યાર્થી સાથે વાલીઓ પણ પુસ્તક વાંચન તરફ વળે એ હેતુ પૂર્ણ થઈ શકે.

Downloads

Download data is not yet available.

References

Best, John W. (1966). Research In Educational. New Delhi: Prentice Hall of India Pvt. Ltd.

Borg, W. R. & M. D. Gall (1983). Educational Research: An Introduction. New York: Longman Book Co.

Grrett, Henry E. (1965). Statistics In Psychology and Education. New York: Longman Green & Co.

દેસાઇ, એચ. જી. અને કે. જી. દેસાઇ (1997). સંશોધન પદ્ધતિઓ અને પ્રવિધિઓ (છઠ્ઠી આવૃત્તિ્). અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ.

દેસાઇ, કે. જી. અને અન્ય (૧૯૮૪). શૈક્ષણિક પરિભાષા અને વિભાવના. અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ.

Additional Files

Published

30-10-2023

How to Cite

Mukti Chinmay Patel. (2023). કોરોના કાળ બાદ ધોરણ-11 ના વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયાના અતિરેકથી અભ્યાસ અને વાંચન પ્રત્યેની અરુચિ દૂર કરવાના ઉપાયો સંદર્ભે અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si1). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1427