બનાસકાંઠાનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો

Authors

  • Sathvara Nidhiben Mahendrabhai

Keywords:

બનાસકાંઠા જિલ્લો, ઐતિહાસિક, લોકસંસ્કૃતિ, આદિવાસી સંસ્કૃતિ, કૃષિ યુનિવર્સિટી, બનાસડેરી, લોકમેળાઓ

Abstract

ગુજરાતના ઉત્તરપૂર્વમાં 23033’ થી 24045’ ઉત્તર અક્ષાંશ અને 71003’ થી 73002’ પૂર્વ રેખાંશ વચ્ચે વિસ્તરેલો બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, વડગામ, ડિસા, કાંકરેજ, ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, વાવ, થરાદ, દાંતા, સૂઈગામ, દિયોદર, ભાભર અને લાખણી એમ કુલ 14 તાલુકાઓ આવેલા છે. અહી સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો પણ મળી આવ્યા છે અને મોર્ય, ગુપ્ત, શક, ક્ષત્રણ, સોલંકી, વાઘેલા, મુઘલ, મરાઠા, વગેરે યુગ પણ બનાસકાંઠાએ જોયા છે. આ વિવિધ યુગોમાં બનાસકાંઠામાં ઐતિહાસિક સ્મારકોનું નિર્માણ થયેલુ પણ જોવા મળે છે. બનાસકાંઠા જિલ્લાનું નામકરણ બનાસ નદીના નામ ઉપરથી પડેલ છે. આ વિસ્તારમાંથી પ્રાગૈતિહાસિક કાળના દરિયાઈ જીવોનાં અત્યંત દુર્લભ અવશેષો મળી આવ્યા. આ અવશેષો 150 લાખ વર્ષ પૂર્વે કેવોલીયન-જ્યુરેસીકકાળના ઉત્તર ભાગમાં હયાત એવા કરોડરજ્જુ વિનાના “ઓફીયરોઈડસ” નામના દરિયાઈ જીવોના અશ્મિઓ છે, લોકો અને લોકસંસ્કૃતિ છે, આદિવાસી સંસ્કૃતિ છે, કૃષિ યુનિવર્સિટી, બનાસડેરી અને લોકમેળાઓ બનાસકાંઠાની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. તેથી, બનાસકાંઠાનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો જાણવા તથા પ્રજાને તેના પ્રત્યે જાગૃત કરવા પ્રસ્તુત શોધપત્ર તૈયાર કરવામાં આવ્યું છે.

Downloads

Download data is not yet available.

References

• આચાર્ય કનુ (2008). બનાસની અસ્મિતાનો ઉન્મેષ. અમદાવાદ: નવભારત સાહિત્ય મંદિર પ્રકાશન

• ચુડાસમા, જીતેન્દ્રસિંહ આર. (2015). બનાસકાંઠાના રણવિસ્તારના ગામોની જળસંશાધનની સ્થિતિ અને તેમાં આવેલ પરિવર્તનના કારણો અને અસરોનો અભ્યાસ. કચ્છઃ કચ્છ યુનિવર્સિટી

• ઠાકર, કપિલ એમ. (2010). આપણું બનાસકાંઠા, અમદાવાદ: હિસ્ટોરીકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર

• ઠાકર, કપિલ (2007). બનાસકાંઠા જિલ્લાની વાવનું ઐતિહાસિક અધ્યયન. અમદાવાદઃ ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ

• ડૉ. શાસ્ત્રી હરિપ્રસાદ ગં. (2014). ગુજરાત રાજ્ય ગુજરાતનો ઇતિહાસ પ્રાચીન કાલ.અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ

• સથવારા, નિધી (2023). હિન્દુ અને નાથ સંપ્રદાયના સ્થાપત્યકિય વારસા તરીકે વણઝારી વાવ, મોડાસા. Researchguru 17 (1): 29-31

• M. Dinesh Kumar, Lokesh Singhal and Pabitra Rath (2004), Value of Groundwater: Case Studies in Banaskantha. Economic and Political Weekly 39 (31): 3498-3503

• Parikh, R. T. (1977). Archaeology of the Banaskantha District North Gujarat upto 1500 A D Part 1. Baroda: Maharaja Sayajirao University of Baroda

Additional Files

Published

30-10-2023

How to Cite

Sathvara Nidhiben Mahendrabhai. (2023). બનાસકાંઠાનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 9(si1). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1416