માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનો અંગ્રેજી વ્યાકરણ પ્રત્યેના વલણનો અભ્યાસ

Authors

  • Tarannum Bukhari

Abstract

પ્રસ્તુત અભ્યાસનો મુખ્ય હેતુ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનું જાતીયતાના સંદર્ભમાં અંગ્રેજી વ્યાકરણ પ્રત્યેના વલણની અસર તપાસવાનો હતો. પ્રસ્તુત સંશોધન અંગ્રેજી વ્યાકરણ પ્રત્યેનું વલણ જાણી વ્યવહારમાં સંશોધન પરિણામો ઉપયોગ થાય તે માટે હાથ ધરવામાં આવ્યુ હતું. આથી પ્રસ્તુત સંશોધન વ્યવહારિક પ્રકારનું હતું. પ્રસ્તુત અભ્યાસમાં માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓનું અંગ્રેજી વ્યાકરણ પ્રત્યેનું વલણ જાણવામાં આવશે આથી સંશોધન ક્ષેત્રે શૈક્ષણિક મનોવિજ્ઞાન અને ભાષા શિક્ષણ ગણાવી શકાય. પ્રસ્તુત સંશોધનમાં સંશોધકે વ્યાપવિશ્વમાં રાજકોટ જિલ્લાની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યો હતો.સંશોધકએ નમૂના તરીકે રાજકોટ શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યો હતો. જેમાં નવમાં ધોરણના ૩૧૦ વિદ્યાર્થીઓને નમૂના તરીકે પસંદ કરેલા હતા. પ્રસ્તુત અભ્યાસમાં પ્રયોજકનો હેતુ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનો અંગ્રેજી વ્યાકરણ પ્રત્યેનો વલણ જાણવાનો હતો. તેથી સંશોધક વર્ણનાત્મક પદ્ધતિ સર્વેક્ષણ પ્રકારની પદ્ધતિ પસંદ કરેલ હતી. સ્વરચિત વલણમાપદંડનો ઉપકરણ તરીકે ઉપયોગ કર્યો હતો. પ્રસ્તુત સંશોધનમાં સંશોધકે તૈયાર કરેલ ઉપકરણ વડે કુલ ૩૧૦ પાત્રોએ માહિતી આપી હતી. આ માહિતી વલણ માપદંડમાં અપાયેલા વિધાનો સામે અપાયેલા વિકલ્પોના સંદર્ભમાં પ્રતિચારોના સ્વરૂપમાં હતી. બે જૂથોના સરાસરી વલણાંકોનો તફાવત ચકાસવા માટે સરાસરીના તફાવતની સાર્થકતા નક્કી કરવા ટી—ગુણોત્તર કસોટીનો ઉપયોગ કર્યો હોત. ટી—મૂલ્ય શોધવા માટે જુદા-જુદા જૂથોમાં પાત્રોની સંખ્યા, વલણાંકની સંખ્યા, વલણાંકની સરાસરી અને પ્રમાણ વિચલન શોધ્યા હતા. અભ્યાસના અંતે જાણવા મળ્યું માધ્યમિક શાળાની કુમારો કરતાં કન્યાઓનું અંગ્રેજી વ્યાકરણ પ્રત્યેનું વલણ ઉંચુ હતું એટલે કે ધનાત્મક જોવા મળ્યું હતું.

Downloads

Download data is not yet available.

References

ઉંચાટ, ડી.એ. (૨૦૧૨). શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધન પદ્ધતિશાસ્ત્ર. (દ્વિતીય આવૃતિ), રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

......., (૧૯૮૮). સંશોધનનું સંદોહન. રાજકોટ : શિક્ષણ શાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

......., (૧૯૮૯–૨૦૦૬). સંશોધનોનો સારાંશ. રાજકોટ : શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

......., (૧૯૮૮). સંશોધન અહેવાલનું લેખન શી રીતે કરશો ? રાજકોટ : નિજ્જિન સાયકો સેન્ટર.

દેસાઈ, હ. ગુ. અને દેસાઈ, કુ. ગો. (૧૯૯૨). સંશોધન પદ્ધતિઓ અને પ્રવિધિઓ (૫ મી આવૃત્તિ). અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ ખોર્ડ, ગુજરાત રાજ્ય.

દોંગા, એન. એસ. (૨૦૧૨). અધ્યાપન મનોવિજ્ઞાનમાં નવી દિશાઓ, વિકાસ, શિક્ષણ પ્રક્રિયા અને માહિતી ટેક્નોલોજી. અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય,

Additional Files

Published

10-04-2021

How to Cite

Tarannum Bukhari. (2021). માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનો અંગ્રેજી વ્યાકરણ પ્રત્યેના વલણનો અભ્યાસ. Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 6(5). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/1384